गुजरात

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skeleton Found in Dhari Farm: Murder Suspected in Amreli District


Amreli Crime News: જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામની સીમમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વાડીમાં જમીનમાં દાટેલી હાલતમાં માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ શબ કોઈ 30 વર્ષીય યુવકનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વાડીમાં શબ દાટ્યું હોવાની બાતમી મળી હતી

મળતી વિગતો અનુસાર, ભાડેર ગામની સીમમાં આવેલી વશરામભાઈ સેંજલીયાની વાડીમાં કોઈનું શબ દાટેલું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ધારી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલતદાર તંત્રની હાજરીમાં જમીનનું ખોદકામ કરવામાં આવતા અંદરથી માનવ કંકાલ મળી આવ્યું હતું.

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ 2 - image

હત્યા કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ?

જે રીતે માનવ કંકાલ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યું છે, તેને જોતા આ કોઈ જૂની હત્યાનો મામલો હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. કોઈ અજાણ્યા યુવકની હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે તેને વાડીની જમીનમાં દાટી દેવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ 3 - image

ફોરેન્સિક તપાસ માટે ભાવનગર કંકાલ ખસેડાયું

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. શબના અવશેષો અને કંકાલને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) માટે ભાવનગર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તપાસનો દોર

આ યુવક કોણ છે? તેની હત્યા ક્યારે અને કોણે કરી? તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે આસપાસના વિસ્તારના ગુમ થયેલા યુવકોની યાદી તપાસવાનું શરૂ કર્યું છે.

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ 4 - image

પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને સમય જાણી શકાશે. હાલમાં ધારી પોલીસે આ મામલે અકસ્માતે મોત અથવા હત્યાની દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button