मनोरंजन

‘આવારપન 2’ના સેટથી ફોટો થયો લીક, ઈમરાન હાશ્મીનો લુક આવ્યો સામે, ફિલ્મ મેકર્સે લીધો મોટો નિર્ણય | Emraan Hashmi Awarapan 2 Look Leaked Filmmakers increase security



Emraan Hashmi Awarapan 2 Look Leaked: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી છેલ્લા ઘણાં સમયથી તેની આગામી ફિલ્મ ‘આવારાપન-2’ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈમરાન ઈજાગ્રસ્ત થયો હતો, આ પછી તેની સર્જરી કરવામાં આવી હતી. જોકે, ઈમરાને શૂટિંગ રોકી ન હતી. આ કલ્ટ ક્લાસિક આવારાપનની સિક્વલમાંથી ઈમરાન હાશ્મીના લુકની તસવીર લીક થઈ ગઈ છે, ત્યારે ફિલ્મ મેકર્સ દ્વારા સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ઈમરાન હાશ્મીની આગામી ફિલ્મ આવારાપન-2નું શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યારે ઈમરાનનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આમ ફોટો લીક થયો છે, ત્યારે હવે કોઈ ફોટો કે વીડિયો લીક ન થાય તે માટે પ્રોડક્શન ટીમે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં ફિલ્મના સેટ પર કોઈ પ્રકારની બેદરકારી ન રાખતા સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. 

ફિલ્મ મેકર્સનો મોટો નિર્ણય

ફિલ્મ મેકર્સે સેટ પર પ્રવેશ પ્રતિબંધિત કરવા અને સુરક્ષા વધારવા માટે પગલાં લીધાં છે. લીક થયેલા વિઝ્યુલમાં ફિલ્મમાંથી ઈમરાન હાશ્મીનો બદલાયેલો લુક જોવા મળ્યો હતો, જેના કારણે પ્રોડક્શન યુનિટમાં ઘણી ચિંતા ફેલાઈ હતી. પ્રોડક્શન સૂત્રના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના સાંભર અને તેની આસપાસના શૂટિંગ લોકેશન પર સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. થોડા કલાકોમાં વાઈરલ થયેલી આ તસવીરો પ્રમોશનલ ઝુંબેશમાં આટલી વહેલી રિલીઝ થવાની અપેક્ષા નહોતી.

મળતી માહિતી મુજબ, ઈમરાન હાશ્મીનો વાઈરલ થયેલો લુક આટલી જલ્દી રિલીઝ કરવાનો ન હતો. ફિલ્મ મેકર્સ થોડા સમય બાદ એક્ટરનો પહેલો લુક જાહેર કરવાના હતા. જોકે, આ ઘટના બાદ હવે ફિલ્મ સેટ પર ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લોકેશન આસપાસની એક્ટિવિટી પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં કોઈપણ શંકાસ્પદ એક્સેસને રોકવા માટે ચોક્કસ વિસ્તારોને સંપૂર્ણરીતે બંધ કરી દેવાયો છે. 

શૂટિંગ લોકેશન પાસે રહેતા સ્થાનિકો દ્વારા ટેરેસ સિક્વન્સના ઘણા વીડિયો લીક કરવામાં આવ્યા હતા. આના કારણે પ્રોડક્શન ટીમને કડક સુરક્ષા પગલાં લેવાની ફરજ પડી હતી. જેથી સત્તાવાર જાહેરાત પહેલાં કોઈ વધુ કન્ટેન્ટ રિલીઝ ન થાય.

આ પણ વાંચો: ‘ધુરંધર’માં ફેરફાર કરાયો, આજથી થિયેટરોમાં નવું વર્ઝન જોવા મળશે, જાણો શું બદલાયું

ઈમરાન હાશ્મીની આવારાપન-2 એ 2007ની કલ્ટ ક્લાસિક આવારાપનની સિક્વલ છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી શિવમ પંડિત તરીકે પાછો ફર્યો છે, તેની સાથે દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં છે. શબાના આઝમી વિલનની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. શૂટિંગ એક અઠવાડિયામાં પૂર્ણ થવાની ધારણા છે.



Source link

Related Articles

Back to top button