गुजरात

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit illegal houses of people involved in criminal activities



– અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો

– ડીવાયએસપી સહિત 150 પોલીસ કાફલાએ 4 જેસીબીની મદદ વડે ડિમોલિશન હાથ ધર્યું

ભાવનગર : ભાવનગરમાં વર્ષના છેલ્લા દિવસે અસામાજિક પ્રવૃતિ અને પ્રોહીબિશન અને શરીર સબંધના ગુનામાં સંડોવાયેલા ઇસમના રહેણાંકના મકાનો પર તંત્રના બુલડોઝર ફરી વળ્યા હતા.અને ભાવનગરમાં ૫ આરોપીના મકાન ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કર્યા હતા.

પોલીસ તંત્ર દ્વારા અગાઉ પણ અસામાજિક પ્રવૃતિ આચરતા શખ્સના મજાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે.ત્યારે ફરી એક વખત પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો પર પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદે બનાવી લેવાયેલા અસામાજિક તત્વો ના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા.ભાવનગરમાં ૩૧ ડિસેમ્બર અસામાજિક પ્રવૃતિ અને પ્રોહીબિશન અને શરીર સબંધના ગુનામાં સંડોવાયેલા ઇસમો પર પોલીસ તંત્ર દ્વારા કોયડો વિજયો હતો.અને ગેરકાયદે બનાવી દેવામાં આવેલ રહેણાંકના મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધા હતા.આજે જીલ્લા પોલીસવડાની સીધી સૂચનાથી સિટી ડીવાયએસપી આર આર સિંઘલ સહિત ૧૫૦ પોલીસ કર્મચારીઓનો કાફલો ચાર જેસીબી સાથે શહેરના સ્ટીલકાસ્ટ કંપની નજીક આવેલા મફતનગર વિસ્તાર અને ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તાર,મફતનગર વિસ્તાર તથા સુભાષનગર વિસ્તારમાં પહોંચી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા એક મહિલા સહિત પાંચ લોકોના ગેરકાયદે બનાવી લીધેલા રહેણાંકના મકાન પર બુલડોઝર ફેરવી દીધા હતા.અને મકાન જમીન દોસ્ત કરી જમીનો ખુલ્લી કરી હતી.તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીઓ

ધવલ શંભુભાઈ મકવાણા, (રહે.શ્રમજીવી અખાડા પાસે મફતનગર ) શરીર સબંધ ગુનો,રાહુલ ઉર્ફે રોબટ રાજેશભાઇ ગોહિલ (રહે.રજપૂતવાડા સુભાષનગર ) શરીર સબંધ ગુનો, ગીતાબેન દિનેશભાઇ મતનાણી ( રહે.સિંધુનગર મફતનગર ) પ્રોહિબિશન ગુનો, રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહિલ ( રહે સ્ટીલ કાસ્ટ પાસે મફતનગર ) શરીર સબંધ ગુનો, નીતિન ઉર્ફે કાળું રમેશભાઈ તળશીભાઈ ગોહિલ ( રહે.સ્ટીલ કાસ્ટ પાસે મફતનગર ) શરીર સબંધ ગુનામા સંડોવાયેલા પાંચ લોકોના ના મકાન પર તંત્રના બુલડોઝર ફરીવળ્યા હતા.



Source link

Related Articles

Back to top button