गुजरात

ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો | Gujarat Government Morbi and Surendranagar Ceramic Units Natural Gas Price Reduced



Morbi Ceramic Units: ગુજરાતના સિરામિક ઉદ્યોગોના હિતને ધ્યાને રાખીને સરકારે નેચરલ ગેસના ભાવોમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટર ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ ઘટાડો આજ 01 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના સિરામિક એકમોને પણ જાણ કરવામાં આવી છે.

MGO કરાર હેઠળના સિરામિક એકમોને મળશે લાભ

ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર -થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામિક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ

મહત્વનું છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ મહિને અંદાજિત 1.20 લાખ ટન પ્રોપેન અને એલપીજી ગેસનો ઉપયોગ કરે છે.  મોરબી સિરામિકના ઉદ્યોગકારોએ માંગ કરી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ગેસ સપ્લાયરોએ સિન્ડિકેટ રચીને ઊંચા ભાવે ગેસ વેચવાનું ચાલુ રાખે છે, જેના કારણે ઉદ્યોગકારોને મહિને લગભગ 70 કરોડ આસપાસનું નુકસાન જઈ રહ્યું છે. જેની રજૂઆત સરકારને કરવામાં આવતા આખરે નવા વર્ષે નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કર્યો છે. જેથી ઉદ્યાગકારોને થોડી રાહત થશે તેવી આશા છે. 



Source link

Related Articles

Back to top button