गुजरात

કારની ટક્કરે બાઈક સવાર 2 ભાઈઓનો અકસ્માત : 1 નું મોત, 1 ને ઇજા | 2 brothers riding a bike collided with a car in an accident: 1 died 1 injured



– વિસલપુર નજીક ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરનો બનાવ

– અમદાવાદની કંપનીમાં નોકરી કરતા બંને ભાઇઓ પરત ધોળકા જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો

બગોદરા : અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગત મંગળવારે રાત્રે  પૂરઝડપે આવી રહેલી એક સ્વિફ્ટ કારે બાઈક સવાર બે સગા ભાઈઓને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોટાભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે નાના ભાઇને ગંભીર રીતે ઘાયલ હોય સારવાર ચાલી રહી છે.

ધોળકાના કુમાર શાળા વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતા સંદીપ ગજાનંદભાઈ રાણા (ઉં.વ.૨૯) અને તેનો નાનો ભાઈ રવિ રાણા (ઉં.વ. ૨૨) ગત તા.૩૦મી ડિસેમ્બરના રોજ રાત્રે આશરે સાડા સાતેક વાગ્યે નોકરી પૂરી કરી બાઇક લઇ અમદાવાદથી પરત ધોળકા જઈ રહ્યા હતા.  

આ દરમિયાન દસ્ક્રોઇના વિસલપુર ગામની સીમમાં ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પાછળથી પૂરઝડપે આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બંને ભાઈઓ રોડ પર ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.  

અકસ્માતની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે મોટા ભાઈ સંદીપ રાણાને મૃત જાહેર કર્યો હતો, જ્યારે રવિ રાણા હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.  

મૃતકના પિતા ગજાનંદભાઈ રાણાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી, કારના નંબરના આધારે ચાલકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઇ. એમ.એચ. ઘાસુરા ચલાવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button