मनोरंजन

ક્રિર્તી શેટ્ટીનું ટાઈગર સાથેની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ | Krithi Shetty to make Bollywood debut with Tiger Shroff



– ક્રિર્તી ટાઈગર કરતાં 13 વર્ષ નાની છે 

– મિલાપ ઝવેરીની એક્શન ફિલ્મનું શૂટિંગ બે મહિનામાં આટોપી  લેવાશે

મુંબઇ : સાઉથની એકટ્રેસ ક્રિર્તી શેટ્ટી બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. તેની પહેલી બોલિવુડ ફિલ્મ ટાઈગર શ્રોફ સાથે હશે.  મિલાપ ઝવેરી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. 

ટાઈગર હાલ ૩૫ વર્ષનો છે. ક્રિર્તી શેટ્ટી તેનાં કરતાં ૧૩ વર્ષ નાની છે. આમ નાની વયની હિરોઈનો સાથે  ઓનસ્ક્રીન રોમાન્સ કરનારા હિરોમાં હવે ટાઈગર શ્રોફ  પણ સામેલ થઈ જશે. 

 આ ફિલ્મનું શૂટિંગ ૨૧ જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવશે અને બે મહિનાના શેડયુલમાં પુરુ કરવાની યોજના કરવામાં આવી છે. 

ફિલ્મસર્જક આ ફિલ્મને ૨૦૨૬ના ઉત્તરાર્ધમાં રિલીઝ કરવાની યોજના કરી રહ્યા છે. જોકે હજી સુધી આ ફિલ્મના શીર્ષક અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. ફિલ્મની પૂરી કાસ્ટ અને ક્રૂ ની જલદી જ સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button