ઓપનએઆઈના 4,000 કર્મચારીઓનો સરેરાશ પગાર રૂપિયા 13.48 કરોડ | The average salary of OpenAI’s 4 000 employees is Rs 13 48 crore

![]()
– વિશ્વમાં સૌથી વધુ પગાર આપતી સ્ટાર્ટઅપ
– ગૂગલના 2003ના સ્ટોક આધારિત પગાર કરતા સાત ગણો વધુ, અન્ય ટેકનોલોજી કંપનીઓ કરતા ૫૧ ગણો
કેલિફોર્નિયા : ૨૦૨૫નું વર્ષ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું રહ્યું. તેમાં સૌથી વધુ ફાળો ચેટજીપીટીનો રહ્યો હતો. ૪૦ કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવેલી એપ સફળતાના શિખરે પહોંચી છે. તેનો ફાયદો ચેટજીપીટીની કંપની ઓપનએઆઈના કર્મચારીઓને મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ, કંપની તેના કુલ ૪,૦૦૦ કર્મચારીઓને સ્ટોક-આધારિત વળતર સાથે સરેરાશ રૂ. ૧૩.૪૮ કરોડ ચૂકવી રહી છે.
ફુગાવા આધારિત વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, ઓપનએઆઈ સૌથી વધુ પગાર ચૂકવતી ટેક કંપની છે. ગૂગલે ૨૦૦૪માં આઈપીઓ જાહેર કર્યો હતો. આ પહેલા તેમણે ફાઈલ કરેલા પેપર્સમાં કર્મચારીઓને સ્ટોક-આધારિત વળતર વિશે જાણકારી આપી હતી. ગૂગલના પગાર કરતા ઓપનએઆઈ તેના કર્મચારીઓને સાત ગણો વધુ પગાર આપી રહી છે. ઓપનઆઈ દ્વારા આપવામાં આવતો પગાર ૧૮ અન્ય મોટી ટેક કંપનીઓના આઈપીઓના એક વર્ષ પહેલા આપવામાં આવતા પગાર કરતા ૫૧ ગણો વધુ છે.
એક તરફ, અનેક કંપનીઓ એઆઈના ભરોસે મોટાપાયે છટણી કરી રહી છે ત્યારે, ઓપનએઆઈ તેના ટોપ રિસર્ચર્સ અને એન્જિનિયર્સને સ્ટોક વળતર સાથે પેકેજ આપી રહી છે. જે તેમને સિલિકોન વેલીના સૌથી ધનિક કર્મચારીઓમાંના એક બનાવે છે. ઓપનએઆઈના રેકોર્ડ પેકેજ પાછળ મેટાના માર્ક ઝકરબર્ગનો આડકતરો હાથ છે. તેણે ઓપનએઆઈના ટોપ કર્મચારીઓને ૧ અબજ ડોલર (રૂ. ૮૫૦૦ કરોડ)ના પગાર પેકેજો ઓફર કરવાનું શરૂ કર્યું હતું.
ઓપનઆઈ તેની આવકની સામે ૪૬ ટકા રકમ પગાર તરીકે ચૂકવે છે.નાણાકીય ડેટા મુજબ, ૨૦૩૦ સુધીમાં ઓપનએઆઈનું સ્ટોક આધારિત સેલેરી પેકેજ ૫ અબજ ડોલર (રૂ. ૩૪,૦૦૦ કરોડ)ને પાર કરશે.



