गुजरात
છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો


– વર્ષ-2025 માં શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં તેજીની આશા માત્ર આશા જ રહી
– ચાલુ વર્ષે 121 શિપ આવ્યા, ઓક્ટોબરમાં સૌથી વધુ 16 અને સૌથી ઓછા મે અને ડિસેમ્બરમાં માત્ર 4-4 શિપ લાંગર્યાં
ભાવનગર : શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં વર્ષ-૨૦૨૫ના તેજી આવશે તેવી આશા માત્ર આશા જ રહી છે. કોરોનાકાળ પછીના છેલ્લા પાંચ વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યા સતત ઘટતી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ૪૧.૫૫ ટકાનો ઘટાડો થયો છે.



