दुनिया

કોસ્ટારિકાના સદીઓ જૂના સંપૂર્ણ ગોળ પથ્થરના નિર્માણનું રહસ્ય ,કોઇ શકયું ના જાણી.. | The mystery of the construction of Costa Rica’s centuries old perfect round stone remains intact


સેનજોસ,31 જાન્યુઆરી,2025,બુધવાર 

દક્ષિણ પશ્ચિમી કોસ્ટા રિકાના ડિકિવસ ડેલ્ટા વિસ્તારમાં ૧૯૩૦માં કેળાના બગીચાઓ માટે રસ્તો બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એક એવી ગોળાકાર વસ્તુઓ મળી હતી જે કઠણ જવાળામુખી ચટ્ટાનોથી બનેલી હતી. સૌથી મોટા ગોળાનો ડાયામીટર  ૯ ફૂટ જેટલો જયારે વજન ૨૬ ટન હતું. સંશોધન કરતા જાણવા મળ્યું હતું કે આ ગોળા સદીઓ પહેલા મૂળ નિવાસીઓએ બનાવ્યા હતા. આ અનોખા ગોળા ૧૬ મી સદીમાં સ્પેનિશ લોકો આવ્યા તે પહેલા સમુદાયના મૂળ રહેવાસી છોડી દીધા હતા.

કોસ્ટારિકાના સદીઓ જૂના સંપૂર્ણ ગોળ પથ્થરના નિર્માણનું રહસ્ય ,કોઇ શકયું ના જાણી.. 2 - image

કેટલાક આર્કિયોલોજિસ્ટનું માનવું છે કે આ ગોળા સ્ટેટસ સિમ્બોલ હતા જે ખાસ લોકોના ઘરના એન્ટ્રી ગેટ પર રાખવામાં રાખતા હતા. કેટલાક આ ગોળા જયોતિષિય વિશેષતા સાથે પણ જોડે છે. કોઇ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વથી બનાવવામાં આવ્યા હોવાનો માત્ર અંદાજે લગાવાય છે. એક અટકળ મુજબ એટલાંન્સિને જુના શહેરના નેવિગેટરના નિશાન હતા અથવા તો એલિયન જહાજોથી પૃથ્વી પર ફેંકવામાં આવેલા પ્રોજેકટાઇલ પણ હોઇ શકે છે.પથ્થરના ગોળા શોધાયા પછી સગેવગે પણ થતા રહયા છે. કોસ્ટારિકાની ઓફિસ બિલ્ડિંગ અને બેંકોની સામે સજાવટ તરીકે કેટલાક રાખવામાં આવ્યા છે. કોસ્ટારિકા કોંગ્રેસ બિલ્ડિંગની સામે  જોઇ શકાય છે.

ન્યૂયોર્ક અને ડેનવરના મ્યુઝિયમમાં લઇ જવાયા છે અને એક ગોળાકાર પથ્થર હાવર્ડ યુનિવર્સિટી કેમ્પસમાં પણ છે. ગોળાને અસલી સ્થાન છોડાવીને અન્ય સ્થળે લઇ જવાતા તેના પર રિસર્ચ કરવું મુશ્કેલ બન્યું હતું. જો કે હજુ પણ ડિકિવસ ડેલ્ટામાં અને દેશના પેસિફિક તટથી થોડેક દૂર નાના ટાપુ પર ઘણા ગોળા છે. આ ગોળા ચોરાઇ ના જાય તે માટે ૧૯૮૦ના દશકામાં રાષ્ટ્રીય ખજાના તરીકે સુરક્ષિત કરાયા હતા.  આ પથ્થરને એક્ષ્પોર્ટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.૨૦૧૪માં યુનેસ્કોએ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી દીધું હતું. મૂળજાતિના લોકો આ પરફેકટ સેપના ગોળા બનાવતા હતા જે આજના આધુનિક જમાનામાં પણ શકય નથી.

કોસ્ટારિકાના સદીઓ જૂના સંપૂર્ણ ગોળ પથ્થરના નિર્માણનું રહસ્ય ,કોઇ શકયું ના જાણી.. 3 - image

અહીં રહેતો એવો સમુદાય હતો જેના પર સરદારોનું રાજ ચાલતું હતું. સરદારોના કહેવાથી કોઇ ખાસ ઉદ્ેશથી આની રચના થઇ હોવી જોઇએ. મોટા ભાગના ગોળા ‘ચિરિકી કલ્ચર’ ઇસ પૂર્વે ૮૦૦ થી ૧૫૦૦માં બન્યા હતા. એવું પણ મનાય છે કે મૂળ નિવાસીઓ જાણતા હતા કે જવાળામુખીઓની નીચેની તરફ લાવવામાં આવતી ચટ્ટાનોને નદીના પાણીના તેજ પ્રવાહથી ગોળ અને પોલિશ કરવામાં  સમય અને શકિત ખર્ચાય છે. એવી કઇ એનર્જી મળી કે ગોળા જાદૂઇ ચીજ જેવા બની ગયા તે એક રહસ્ય છે. 

 



Source link

Related Articles

Back to top button