दुनिया

ઇમરાન ખાનને એકાકી જેલની કોટડીમાં પૂરી દેવાયા છે | Imran Khan has been put in solitary confinement



– ઇમરાન ખાનને મળવા દેવાનો ઇન્કાર કરાતા આદિયાલા જેલ બહાર ઇમરાનના બહેનોના ધરણાં અંતે તેમની ધરપકડ કરાઈ

– ઇસ્લામાબાદ હાઇકોર્ટે મંગળ અને ગુરૂવારે ઇમરાનને મળવા દેવાની સંમતી આપી હોવા છતાં તેમના બહેનો અને પી.ટી.આઇ. નેતાઓને મળવા ન દેવાયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં શું ચાલે છે તેની વડાપ્રધાનને પણ ખબર નથી છતાં સરહદને પેલે પારથી કેટલાક ચોંકાવનારા અહેવાલો મળે છે જે પ્રમાણે રાવલપિંડી ખાતેની કુખ્યાત આદિયાલ જેલમાં બંદીવાન રખાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના બહેન મંગળવારે તેઓને મળવા ગયા ત્યારે તેઓને જેલની બહાર જ અટકાવવામાં આવ્યા હતા. આથી તેઓએ જેલની બહાર જ ધરણા શરૂ કરતાં તેઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન ખાનના બહેનો ઉપરાંત ખાને પોતે જ સ્થાપેલી તેહરિક-એ-ઇન્સાફ (પી.ટી.આઇ.) પાર્ટીના નેતાઓને પણ ખાનને મળવા દેવાની ‘ના’ પાડવામાં આવી હતી.

સત્ય તે છે કે, ઇસ્લામાબાદ હાઇકોર્ટે ૨૪મી માર્ચના દિને આપેલા ઑર્ડરમાં બંદીવાન રખાયેલા પૂર્વ વડાપ્રધાનને સપ્તાહમાં બે વખત મંગળ અને ગુરૂવારે મળવા દેવા માટે નિકટવર્તી સગાઓને અને સાથીઓને મળવા દેવાની છૂટછાટ આપતો આદેશ આપ્યો હતો પરંતુ તે આદેશની પણ જેલ સત્તાવાળાઓએ અવગણના કરી. ઇમરાનના બહેનો કે પી.ટી.આઇ. નેતાઓને મંગળવારે મળવા દેવામાં આવ્યા ન હતાં.

ઇમરાન ખાનના બહેન અલીમા ખાને જેલની બહાર તેમના સાથે ધરણા કરતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. તેઓને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા તે પૂર્વે તેઓએ કહ્યું હતું કે, ‘અમે અમારો વિરોધ ચાલુ જ રાખીશું અને આ જગ્યા છોડીશું નહીં.’ જ્યારે પી.ટી.આઇ.ના મહામંત્રી સલ્માન અક્રમ રાજાએ કહ્યું હતું કે, ‘કુટુમ્બીજનોને મિત્રોને મળવાનો કેદીઓને મૂળભૂત માનવીય અધિકાર છે. વાસ્તવમાં અમારા નેતાને જેલની કોટડીમાં એકાકી પૂરી રાખવામાં આવ્યા છે.’



Source link

Related Articles

Back to top button