गुजरात
જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપત્તિ સહિત ત્રણ શખ્સોનો હુમલો | young woman in Jamnagar was attacked by 3 men after a dispute over a pet dog

![]()
Jamnagar Crime : જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતી રશ્મીબેન રસિકભાઈ કનકરા નામની 45 વર્ષ ની યુવતીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા દંપત્તિ રવિભાઈ ભાનુશાળી, તેની પત્ની અને કાનાભાઈ નંદા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બંને પાડોશીઓ વચ્ચે પાલતુ કુતરા બાબતે તકરાર થઈ હતી. ફરિયાદી યુવતીનો પાલતુ કૂતરો આરોપીઓની ગાડી ઉપર ચડી ગયો હોવાથી તે વાતનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં હમીરપીર પાર્કમાં રહેતા અને કાપડની ફેરી કરતા ઈમરાન ગફારભાઈ પીંજારા નામના વેપારી યુવાને પથારો સાઇડમાં રાખવાના પ્રશ્ને પોતાના ઉપર હુમલો કરવા અંગે રાજુભાઈ કેશુભાઈ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવી છે.



