गुजरात

આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન, રીનોવેશન કરવાની કામગીરીની પ્રક્રિયા શરૂ થઈ | Finally the process of restoration and renovation of Vadodara’s Mandvi Darwaza has begun



Vadodara Mandvi Darwaja : વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી દરવાજાને રીસ્ટોરેશન અને રીનોવેશન કરવાના કામે ઈજારદારનું મુળ અંદાજી રકમ રૂ.4,20,34,404થી 18% વધુ મુજબના રૂ.4,96,00,597 (+જી.એસ.ટી.) સહના ભાવપત્રને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. 

શહેરની મધ્યમાં આવેલા માંડવી દરવાજા હેરીટેઝ વારસા તરીકે ઘણું ઊંચુ મહત્વ ધરાવે છે. માંડવી દરવાજાના કુલ 16 કોલમ પૈકી નેઋત્ય (સાઉથ વેસ્ટ) દિશામાં અંદરની તરફ આવેલ (ગેંડીગેટ-ન્યાયમંદિર કોર્નર તરફ અંદરના) એક કોલમ જર્જરિત થયેલી છે અને તેના કારણે ઉપરના આર્ચ અને સ્લેબના ભાગે તિરાડો પડેલી છે. અગાઉ તાકીદે એમ.એસ.ના સ્ટ્રક્ચરલ સેક્સન વડે નુકશાન પામેલ કોલમના ચારેય તરફના આર્ચ નીચે સપોર્ટ કરાવેલ છે તથા તૂટેલા કોલમને એમ.એસ.નું એનકેસિંગ કરીને હોટ લાઈમ કોંક્રિટ વડે સપોર્ટ કર્યું છે. માંડવીના ગ્રાઉન્ડ ફ્લોરના કોલમના ફ્રેકચરના કારણે ઉપરના સ્ટ્રક્ચરોને તથા નજીકના કોલમોને થયેલ નુકશાનીનો અભ્યાસ કરી તેના રીસ્ટોરેશનની કામગીરી માટે તજજ્ઞ એવા મોદી એસોસીએટ્સ, સુરત તરફથી ડેમેજને કારણે કેટલું અને કયાં નુકસાન થયું છે? કયા પ્રકારનું મટીરીયલ વાપરીને બાંધકામ કરવામાં આવ્યું છે? તે તમામ બાબતો સ્પષ્ટ નક્કી કરી શકાય તેમ ના હોઈ તમામ શક્યતાઓ અને સંભાવનાઓ વિચારણામાં લઈ સંભવિત કરવાપાત્ર તમામ કામગીરીઓ સાથેનો અંદાજ બનાવી રજુ કરાયેલ છે.

 કામગીરી દરમ્યાન કમીટી/ખરેખર ટેસ્ટિંગ કરીને સ્ટ્રક્ચર એન્જિનિયરના અભિપ્રાય સાથે ફેરફારોના અવકાશ સાથે કામગીરી કરવાની હોઇ શક્યતાઓ અને સંભાવનાઓ મુજબ આઈટમોમાં કોઈ પણ જથ્થાનો વધઘટ થવાની સંભાવના છે. કામગીરીના અંદાજમાં R&B 24-25 ઉપરાંત કેટલીક આઈટમો હેરીટેજ અને ડેમેજ રીપેરીંગ કામગીરી માટે અંદાજ રજુ કરેલો છે. કામે પી.એમ.સી. તરીકે મોદી એસોસિયેટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી તરીકે સી.ઈ.આઈ.એલ. તથા ટેસ્ટિંગ માટેની કોર્પોરેશન નક્કી કરે તે અલાયદા એજન્સી રોકવાની રહેશે. જેઓની પાસેથી કામગીરી શરૂ થતા પહેલા અને કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટ્રક્ચર એન્જિનિયરની જરૂરિયાત મુજબના સ્ટ્રક્ચરલ એનાલીસીસ માટેના એન.ડી.ટી. કે અન્ય વિવિધ ટેસ્ટ કરાવવાના થશે. જરૂરી ટેસ્ટિંગ માટે રૂ.10 લાખની અલાયદા જોગવાઈ રાખવાની રહેશે. કામે ડિફેક્ટ લાયેબીલીટી પીરીયડ કામ પુરાના કમ્પ્લીશન સર્ટીફિકેટની તારીખથી 3 વર્ષ (ત્રણ ચોમાસા સાથેના) રાખેલ છે.

 કુલ અંદાજ રૂ.5,19,12,500ને વહીવટી મંજુરી મળી છે. જેમાં કામગીરી માટેના નેટ અંદાજી રકમ રૂ.4,20,34,404 માટે ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. કામ પુર્ણ થવાની સમય મર્યાદા 27 મહિના (ચોમાસા સીવાય)ની છે. શહેરના ઐતિહાસીક માંડવી દરવાજાને રીસ્ટોરેશન અને રીનોવેશન કરવાના કામે ઈજારદાર મે.સવાણી હેરીટેઝ કન્ઝર્વેશન પ્રા.લી.ના અંદાજીત રકમ રૂ.4,20,34,404થી 18% વધુ મુજબનું રૂ.4,96,00,597 (+જી.એસ.ટી) મુજબના ભાવપત્રને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.



Source link

Related Articles

Back to top button