गुजरात

અમદાવાદ: ધોલેરામાં ખાણ ખનીજ વિભાગની ‘સોફ્ટ’ રેડ?: ભૂમાફિયાઓ સુરક્ષિત, તંત્રએ વાહનો જપ્ત કરી સંતોષ માન્યો | Ahmedabad Mines Department Seizes ₹2 Crore Vehicles in Dholera Illegal Mining Raid



Illegal Mining In Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે ખનન પર ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ધોલેરાના પીપળી ગામે ગેરકાયદે માટી ખનન પર ત્રાટકેલા ખનીજ વિભાગે કરોડોની કિંમતના મશીનો જપ્ત કરી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.

પીપળી ગામે ખનીજ વિભાગના દરોડા

મળતી માહિતી અનુસાર, ધોલેરાના પીપળી ગામે મોટા પાયે ગેરકાયદે માટી ખનન થતું હોવાની ચોક્કસ બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે અધિકારીઓએ દરોડા પાડતાં સ્થળ પરથી ખનન કાર્ય કરતાં 1 હિટાચી મશીન અને 3 ડમ્પર ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા આ વાહનોની અંદાજિત કિંમત 2 કરોડ જેટલી આંકવામાં આવી છે. ખનીજ વિભાગે આ તમામ વાહનો સીઝ કરી ધોલેરા પોલીસ મથકે સોંપ્યા છે.

આ પણ વાંચો: ગુડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ

ભૂમાફિયાઓને ફટકારાશે મસમોટો દંડ

હવે ખનીજ વિભાગ દ્વારા જે સ્થળેથી ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું છે તે સ્થળની ચોક્કસ માપણી કરવામાં આવશે. કેટલા ટન માટીની ચોરી થઈ છે તેની ગણતરી કર્યા બાદ જવાબદાર ભૂમાફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, સાણંદ, ધોલેરા અને દસક્રોઈ તાલુકામાં રેતી અને માટીનું ગેરકાયદે ખનન માઝા મૂકી રહ્યું છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ખાણ ખનીજ વિભાગને આ ખનન દેખાય છે, પરંતુ સ્થાનિક પોલીસ કેમ આંખ આડા કાન કરી રહી છે? શું સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે?



Source link

Related Articles

Back to top button