गुजरात

સ્વિમિંગ સ્પર્ધા : 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાની સ્મૃતિ સિંહે ગુજરાતને કાંસ્ય પદક અપાવ્યું | Smriti Singh from Vadodara won bronze medal In Swimming Competition at 69th National School Games



69th National School Games : નવી દિલ્હીમાં યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં 4×100 મીટર મેડલી રિલેમાં સ્મૃતિની શાનદાર સિદ્ધિ નવી દિલ્હી ખાતે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી સ્વિમિંગ પૂલમાં યોજાયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાના ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં વડોદરાથી કુલ 11 ખેલાડીઓની ટીમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મેન્સની સ્પર્ધાઓ તા.30 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન જ્યારે ગર્લ્સની સ્પર્ધાઓ તા.12થી 16 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી.

ગુજરાતની ટીમમાં તરવૈયાઓ માધવ દૌડીયા, ભાવ્યા મહેતા, હર્ષ મહેશ્વરી, જયદીપ કિથોરિયા, ચિરાગ નેગી, પ્રિષા પંચોલી, અવની સિંહ, કાશ્વી સિંહ અને સ્મૃતિ સિંહ તેમજ ડાઇવર્સ પવ્યા ઓડે અને તક્ષ મહેતા સામેલ હતા. તમામ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈ રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.

આ સ્પર્ધામાં વડોદરાની સ્મૃતિ સિંહે ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી 4×100 મીટર મેડલી રિલે ઇવેન્ટમાં કાંસ્ય પદક જીત્યું હતું. સ્મૃતિની આ સિદ્ધિ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે તેમજ વડોદરા શહેરમાં રમતપ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.આ ઉપરાંત માધવ દૌડીયા, ભાવ્યા મહેતા, અવની સિંહ અને સ્મૃતિ સિંહે પોતાના વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ટોપ-8માં સ્થાન મેળવી પ્રશંસનીય પ્રદર્શન નોંધાવ્યું છે.



Source link

Related Articles

Back to top button