ઉમરગામના જબુંરીમાં યુવાનની હત્યા કરનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારાઇ | Accused who killed a young man in Umargam sentenced to 10 years in prison

![]()
Vapi Court : ઉમરગામ તાલુકા જબુંરી ગામે વર્ષ 2022માં ઝઘડાની અદાવતમાં યુવાની હત્યા કરનાર આરોપીને વાપી કોર્ટે 10 વર્ષની કેદની સજા અને રૂ.2 સવારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
કેસની વિગત એવી છે કે ઉમરગામ તાલુકાના ભિલાડ નજીકના જબુંરી ગામે રહેતો વિપુલ નારણભાઇ હળપતિ ગત તા.05-02-25ના રોજ અંજુબેન કાંતિભાઇ વારલીના ઘરે ગયો હતો. તે વેળા કલ્પેશ કે વારલી સાથે ઝઘડો થયો હતો. બાદમાં કલ્પેશ અને તેની બહેન કવિતા ચુલા નજીક જમતા હતા. ત્યારે વિપુલ ઘરમાં ઘુસી ગયા બાદ જમવા બેઠેલા કલ્પેશ પર લાકડા વડે જીવલેણ હુમલો કરી બચાવવા પડેલી બહેન પર હુમલો કર્યો હતો. જેમા કલ્પેશનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાયા બાદ વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી. જે લેતા પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ પરિવારજનો, પાડોશીની જુબાની, પી.એમ. રિપોર્ટ સહિતના પુરાવા સાથે અનેક મુદ્દા પર દલીલો કરી હતી. જજ એચ.એન.વકીલે આરોપી વિપુલ હળપતિ (ઉ.વ.35) ને તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદ અને રૂ.2 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. સાથે મૃતકના આશ્રિતોને વળતર આપવા જિલ્લા કાનૂની સત્તામંડળને કેસ રિફર કરવા હુકમ કર્યો છે.



