गुजरात

વડોદરાના ગોરવા રોડ પર ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહનોની વચ્ચે લઘુશંકા કરનાર યુવકની ધરપકડ | young man was arrested for acting suspiciously at traffic signal on Gorwa Road Vadodara



Vadodara Police : વડોદરામાં ગોરવા રોડ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનો ઉભા હતા ત્યારે સૌની વચ્ચે જ લઘુશંકા કરી સૌને શરમમાં મૂકી દેનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. 

ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેડા સર્કલ નજીક ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલની લાઈટ રેડ હોવાને કારણે ગઈ રાત્રે વાહનો મોટી સંખ્યામાં ઉભા હતા. તે દરમિયાન બાઈક ઉપર સવાર એક યુવકે વાહનોની વચ્ચે પોતાની બાઇક ઉભી રાખી નજીકમાં લઘુ શંકા કરતા લોકોએ સંકોચ અનુભવ્યો હતો.

આ બનાવનો વિડીયો વાયરલ થતા ગોરવા પોલીસે બાઈક નંબરને આધારે ગણેશ દિનકર સોનવણે (રાજલક્ષ્મી ટેનામેન્ટ, લક્ષ્મીપુરા રોડ) ને શોધી કાઢી તેની સામે કાર્યવાહી કરી હતી. પોલીસના હાથમાં આવતા જ શરમજનક હરકત કરનાર યુવકે કાન પકડીને ઉઠબેસ કરી માફી માંગી હતી.



Source link

Related Articles

Back to top button