गुजरात

જોડીયાના લીંબુડા ગામ પાસેથી 152 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સ પકડાયો | A man was caught with 152 bottles of English liquor near Lembinda village in Jodiya



Jamnagar Liquor Raid : જામનગર જિલ્લાના જોડીયામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી લીંબુડા ગામના પાટીયા પાસેથી એક શખ્સને 152 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે પકડી પાડ્યો છે, જેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 જોડિયા પોલીસની ટીમ ગઈકાલે લીંબુડા-વાવડી રોડ પર ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન પાણીના વોકડા પાસેથી ગોરચંદ ઉર્ફે ગૌરવ રમેશભાઈ પરમાર નામનો પરપ્રાંતીય શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેની તલાસી લેતાં તેની પાસેથી 152 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

 આથી જોડિયા પોલીસે રૂપિયા 76 હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી લીધો છે, અને આરોપી ગૌરવ પરમાર સામે જોડિયા પોલીસમાં મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button