गुजरात

વડોદરામાં લાંચ રુશ્વતમાં શિક્ષણખાતું તેમજ ખાણખનિજ સૌથી ભ્રષ્ટ વિભાગ | education and mining department is very currupt



વડોદરા, તા.30 વડોદરા શહેર અને જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ વર્ષ-૨૦૨૫ દરમિયાન કુલ આઠ કેસો દાખલ કર્યા હતાં. વિવિધ સરકારી વિભાગોમાં થયેલા કેસોમાં સૌથી વધુ શિક્ષણ અને ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ લાંચના ગુનામાં ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની બાબત એ છે કે ગૃહખાતાના એક પણ કર્મચારી કે અધિકારી સામે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોમાં ગુનો નોંધાયો નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે એસીબી દ્વારા કોર્પોરેશનના અધિકારી સામે એક ડિમાન્ડ કેસ દાખલ કરવામાં આવ્યો છે જ્યારે મહેસૂલ વિભાગમાં સબ રજિસ્ટ્રાર વિરુધ્ધમાં આવક કરતા વધુ મિલકતનો કેસ નોંધાયો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની કચેરીઓ પૈકી ઇન્કમટેક્સ ઓફિસ તેમજ પીએફ કચેરીમાં પણ એસીબીએ ટ્રેપ કરીને બે લાંચિયા અધિકારીઓને ઝડપી પાડયા હતાં. વર્ષનો સૌથી ચર્ચાસ્પદ કેસ ખાણ ખનિજ ખાતાનો હતો.

લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો દ્વારા સૌથી વધુ શિક્ષણ વિભાગના પાંચ કર્મચારીઓને માત્ર બે હજારની લાંચ માટે ઝડપી પાડવામાં આવ્યા હતાં. ત્યારબાદ મહેસૂલ ખાતાનો સમાવેશ થાય છે, આ વિભાગમાં કુલ બે સામે એસીબીમાં ગુનો નોંધાયો છે. આ ઉપરાંત પીએફના એક, આઇટીના એક, કોર્પોરેશનના અધિકારી સામે એક એક ખાનગી વ્યક્તિ અને ખાણ ખનિજ ખાતાના અધિકારી સહિત ચાર સામે લાંચ રુશ્વતનો ગુનો નોંધાયો છે.

વર્ષ દરમિયાન ટ્રેપમાં ઝડપાયેલ લાંચ લેનાર શખ્સો

નામ અને સરનામું ટૂંકી વિગત લાંચની રકમ

– યુવરાજસિંહગોહિલ રેતીનો સ્ટોક કરવા માટેની ઓનલાઇન ૨૦૦૦૦૦

સિનિયર ક્લાર્ક,ખાણ ખનિજ અરજી બાદ મંજૂરી આપવા માટે

– રવિ મિસ્ત્રી

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, ખાણ ખનિજ

– કિરણ પરમાર 

આઇટી એક્ઝિક્યૂટિવ, ખાણ ખનિજ

– સંકેત પટેલ

રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનિજ

– ઘનશ્યામ પટેલ સરકારી સ્કૂલના ઓડીટમાં કાઢેલી ક્વેરી ૨૦૦૦

ગૃપાચાર્ય, વસઇ પ્રાથમિક શાળા, ડભોઇ માટે ઓડીટરને રકમ આપવા માટે

– બુધ્ધીસાગર પટેલ, નિવૃત્ત શિક્ષક

– મહેન્દ્રસિંહ સોલંકી

 આચાર્ય ખુંધીયાપુરા પ્રાથમિક શાળા

– મુકુન્દ ચૌહાણ , નિવૃત્ત શિક્ષક

– જયશ્રીબેન સોલંકી, ઓડીટર, કુબેરભવન

– સુરેશ તોલાણી ફરિયાદ દાખલ કરવા માટે વારસિયાના ૨૫૦૦૦૦

ખાનગી વ્યક્તિ, વેપારી પીઆઇના નામે લાંચ માંગી

– બિનોદકુમાર શર્મા પીએફને લગતો દંડ નહી કરાવી નિવેડો ૪૦૦૦૦

એન્ફોર્સમેન્ટ ઓફિસર પીએફ લાવવા માટે

– નીતિશભારતી વશિષ્ઠ, ઇન્કમટેકસ પાનકાર્ડમાં સુધારો કરવા માટે ૫૦૦

– રાજેન્દ્ર પરમાર રેવન્યૂ રેકર્ડની પાકી નોંધ માટે ૬૦૦૦

કોમ્પ્યૂટર ઓપરેટર, પરથમપુરા

કોર્પોરેશનના અધિકારી સામે  લાંચની માંગણીનો ગુનો

– કૌશિક પરમાર, એક્ઝિક્યૂટિવ એન્જિનિયર ટેન્ડર પ્રક્રિયામાં મદદ કરવા ૧૫૦૦૦૦

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન

સબ રજિસ્ટ્રારે આવક કરતા વધુ મિલકત વસાવી

– કંચનભાઇ ચૌહાણ, નિવૃત્ત સબ રજિસ્ટ્રાર આવક કરતા વધુ મિલકત ૧૧.૨૯ લાખ

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અધિકારીઓ સામેની તપાસ ચર્ચાનો મુદ્દો બની

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર પાસે મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી પડવાની ઘટના બાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની પ્રાથમિક જવાબદારી નક્કી કરી તેઓની સામે એસીબી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ પણ સમગ્ર વર્ષ દરમિયાન ચર્ચાસ્પદ બની હતી. રાજ્ય સરકારે એસીબીના અધિકારીઓની એક કમિટિ બનાવી દર ૧૫ દિવસે રિપોર્ટ સબમિટ કરવાની સૂચના આપી  હતી જો કે એસીબીની તપાસ બાદ હજી સુધી કોઇ નક્કર પગલા લેવાયા નથી જેની સામે તપાસ શરૃ કરાઇ તેમાં કે.બી. થોરાટ (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર),  એન.એમ. નાયકાવાલા (સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર), યુ.સી. પટેલ (સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઇજનેર), આર. ટી. પટેલ (સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઇજનેર) અને  જે.વી. શાહ (સસ્પેન્ડેડ મદદનીશ ઇજનેર)નો સમાવેશ થાય છે.



Source link

Related Articles

Back to top button