गुजरात

સુરેન્દ્રનગર: મારામારી કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ, રિકન્સ્ટ્રકશન વખતે છરીથી કર્યો હતો હુમલો | Surendranagar News Limbdi Shiani village fight case Police shoot suspect reconstruction



Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી પર PSIએ ફાયરિંગ કર્યું છે. ગુનાની વિગતોની તપાસ માટે આરોપી દેવરાજ બોરાણાને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેને પોલીસની નજર ચૂકવી છરી વડે હુમલો કર્યો હતો.જે બાદ સ્વબચાવમાં PSIએ આરોપીને પગમાં ગોળી ધરબી હતી.

આરોપી અને પોલીસકર્મી હોસ્પિટલમાં દાખલ

પોલીસ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે આરોપી દેવરાજ બોરાણાને ગુના સ્થળે લઈ જતાં તેને અચાનક જ છરી વડે પોલીસ કર્મચારી પર હુમલો કરી દીધો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. જવાબી કાર્યવાહીમાં હાજર PSIએ આરોપી દેવરાજ બોરાણાના પગના ભાગે ગોળી મારી હતી. જે બાદ તે ઢળી પડ્યો હતો. જેને હાલ સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘાયલ પોલીસકર્મીની પણ સારવાર ચાલી રહી છે.

છેલ્લા 4 મહિનામાં 8 આરોપી પર પોલીસ ફાયરિંગ

અત્રે એ પણ જણાવી દઈએ આ ઘટના સહિત છેલ્લા 4 મહિનામાં 8 આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યા કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર, 6 નવેમ્બરના રોજ નવસારીના ડાબેલમાં હત્યાના આરોપી સલમાન લસ્સી પર તો 8 ડિસેમ્બરે અમદાવાદ દાણીલીમડામાં દુષ્કર્મ કેસના આરોપી મોઈનુંદીન પર અને 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસિંહ પર, 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર તો 20 ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ ગનીત યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. 



Source link

Related Articles

Back to top button