गुजरात
ગુજરાતને મળશે નવા DGP, વિકાસ સહાયને વધુ એક્સટેન્શન ન અપાયું, આવતીકાલે લેશે વિદાય | Gujarat DGP vikash sahay retired tomorrow no further extension has been given

Gujarat DGP: ગુજરાત રાજ્યના DGP(ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ) વિકાસ સહાયનો હવે એક્સ્ટેન્શન નહીં મળે તે પાક્કું થઈ ગયું છે. આવતીકાલે DGP વિકાસ સહાયને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો છેલ્લો દિવસ છે. એવી ચર્ચાઓ હતી કે ફરી એક વાર DGP વિકાસ સહાયને ગુજરાત સરકાર એક્સ્ટેન્શન આપશે પણ હવે સત્તાવાર રીતે DGP વિકાસ સહાયના વિદાય સમારંભની જાહેરાત કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે DGP વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં 30 જૂને જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપી તેમની સેવાઓ વધારી દેવામાં આવી હતી. આજ રોજ વિકાસ સહાયના વિદાય સમારંભ માટે પોલીસકર્મીઓને વરદીમાં જ આવવા સૂચના આપવામાં આવી છે. હવે ગુજરાત પોલીસનું સુકાન કોણ સંભાળશે તે અંગેની અનેક અટકળો ચાલી રહી છે, સત્તાવાર જાહેરાત કાલે જ થઈ શકે તેવી શક્યતા છે.
વિકાસ સહાયની સફર..



