વડોદરામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરને પકડવા છતાં ક્રેઇનવાળાએ જમા લેતા ચાલકે આક્ષેપો કર્યા | Video of driver alleging that crane operator towed two wheeler parked on road in Vadodara

![]()
Vadodara Traffic Police : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પાર્ક સ્કુટીને ટ્રાફિક વિભાગની ટોયિંગ ક્રેનના માણસો દ્વારા જબરદસ્તીથી ખેંચીને રોડ પર લઈ જતા ચાલક અને તેના ભાઈએ દ્વિચક્રી વાહનને પકડી રાખી મેમો ભરવાની તૈયારી દાખવી છતાં પણ ક્રેઇનના સહારે સયાજીગંજ ટ્રાફિક પોલીસ મથકે લઈ જતા વાહન ચાલકે કરેલા જાતજાતના આક્ષેપો અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર-ઠેર નો પાર્કિંગ એરિયા સહિત આડેધડ પાર્ક કરાતા દ્વિચક્રી વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ઊંચકીને ક્રેઇનથી નજીકના ટ્રાફિક પોઇન્ટ પર લઈ જાય છે અને ચાલક પાસેથી કાર્યવાહી કરીને દંડની રકમ વસૂલ કરાતો હોય છે.
આવી જ એક ઘટના સયાજીગંજ વિસ્તારમાં બની હતી. સ્કુટી ચાલક અને તેનો ભાઈ વાહન પાર્ક કરીને કામ અર્થે ગયા હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા વાહનને ખેંચીને રોડ પર લઈ જવાના આક્ષેપો ચાલકે કર્યા હતા. પાછળથી પોતાનું વાહન પકડી રાખ્યું હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ રોડ રસ્તા વચ્ચે થઈને એક બાજુએ લઈ ગયા હતા. જ્યાં ચાલકને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. વાહન ચાલક દંડની રકમ ભરવા તૈયાર હોવા છતાં પણ તેને સયાજીગંજ ટ્રાફિક પોઇન્ટ ખાતે બોલાવ્યો હતો.
જ્યારે બીજી બાજુ વાહન ચાલકે આક્ષેપ કર્યો હતો કે, ઠેર ઠેકાણે રોડ રસ્તા પર ગેરકાયદે મોટી કારો પાર્ક હોય છે પરંતુ તેના માલિકો દ્વારા પૈસા અપાતા હોવાથી તેમના વાહનો ઉઠાવવામાં આવતા નહીં હોવાના પણ આક્ષેપ કર્યા હતા. તમામ વાહન ચાલકો માટે એકસરખા નિયમ બનાવવાની પણ વાહન ચાલકે ભલામણ કરી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.



