गुजरात

વડોદરાની દેણા ચોકડી પાસેથી બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે ઝડપાયા | Two people caught with banned Chinese thread near Dena Chowkdi Vadodara



Vadodara Police : આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લોન્ચર ચાઈનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું હોય પોલીસે તેના પર સતત વાત રાખવાનું શરૂ કર્યું છે. દરમિયાન હરણી પોલીસે દેણા ચોકડી પાસે આવેલી કેનાલ નજીકથી મોપેડ પર જતા બે શખ્સોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા. મોપેડની દીકરીમાંથી ચાઈનીઝ દોરીની પાંચ રીલ મળી આવતા બંનેની પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 આગામી મકરસક્રાંતિ (ઉત્તરાયણ) ના તહેવાર અનુસંધાને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના તથા માર્ગદર્શન મુજબ વડોદરા શહેર વિસ્તારમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જે અનુસંધાને કાર્યવાહી કરવા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ફરતા ફરતાં દેણા બ્રીજ કેનાલ પાસે આવતાં બાતમી મળેલ કે ગોલ્ડન ચોકડી બાજુથી એક સફેદ કલરની સુઝુકી કંપની એક્સેસ મોપેડ જેને આગળની નંબર પ્લેટ નથી તે મોપેડ ઉપર બે ઇસમો ચાઈનીઝ દોરી લઈને સમા તરફ જવાના છે.  જેના આધારે દેણા બ્રીજ પાસે આવેલી કેનાલ પાસે વોચ ગોઠવી હતી. તે સમય દરમ્યાન બાતમી મુજબની એક્સેસ મોપેડ આવતા તેને ઉભી રાખતા મોપેડ ઉપર બે ઇસમો બેઠા હતા. જેથી પોલીસે બંને ઇસમ પૈકી ચાલકે તનવીર રાજેંદ્રસિંહ રાઠોડ (રહે. મુખી ફળીયુ, સમા-ગામ, નવીનગરી પાછળ, વડોદરા) તથા પાછળ બેસેલ ઇસમ તુષાર અર્જુનભાઈ બારીયા (હાલ રહે. લમીબા પાર્કની પાછળ, સમા, વડોદશ શહેર) હોવાનું જણાવ્યુ હતું. આ ઇસમો પાસેની મોપેડની ડેકી ચેક કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની પાંચ રીલ મળી આવી હતી. જેથી ચાઇનીસ દોરીના રીલ ઉપર જોતા  ચાઈનીઝ દોરીના રિલ જોતા કુલ 5 નંગ એક ચાઈનીસ દોરી રોલની કિ.રૂ.500 લેખે દોરીના બોક્ષની કિ.રૂ.2500 કબજે કરી હતી. તે સીવાય રાદર ઇસમોની અંગઝડતીમાં કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી. પોલીસે બંને શખ્સ વિરૂદ્ધ મકરસક્રાંતિ જાહેરનામું પ્રસિધ્ધ થયેલ જાહેરનામાનો ભંગ સહિત ભારતીય ન્યાય સંહિતાની કલમ 223, 54 તથા જી.પી એક્ટ 131 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button