गुजरात

લક્ઝરી કારમાં ગાંજાની ડિલિવરી: 31stની રેવ પાર્ટીઓ પર SMCનું એક્શન, લાખ રૂપિયાના માલ સાથે 3 ઝડપાયા | Luxury Car Used for Ganja Delivery SMC Busts Drug Racket Ahead of 31st Parties



Ahmedabad Crime: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 31મી ડિસેમ્બરના રોજ યોજાનારી ફાર્મહાઉસ રેવ પાર્ટીઓને ટાર્ગેટ કરીને થાઈલેન્ડથી મગાવાયેલો 15.12 લાખ રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. SMC શેલા-બોપલ રોડ પર આવેલા એપલવૂડ વિલા નજીકથી આ ડ્રગ્સની ડિલિવરી લેતી-આપતી વખતે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય સપ્લાયર પોતાની લક્ઝરી કારનો ઉપયોગ કરતો હતો અને પોલીસની નજરથી બચવા માટે ગાંજાની ડિલિવરી માટે પોતાના ડ્રાઈવરને ‘પેડલર’ તરીકે મોકલતો હતો. આ ડ્રાઈવરને એક ફેરાના 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા.

કેવી રીતે વેપલો ચાલતો?

મળતી માહિતી મુજબ, એપલવુડ વિલામાં રહેતા અર્ચિત અગ્રવાલ પર વોચ ગોઠવવામાં આવી હતી, જે થાઈલેન્ડથી આ પ્રતિબંધિત માલ મંગાવીને સપ્લાય કરતો હતો. સોમવારે બપોરે અર્ચિત તેના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલ સોની સાથે લક્ઝરી કારમાં નીકળ્યો હતો અને ડ્રાઈવર રાહુલ ભદોરિયાને બોપલ-શેલા રોડ પરના એપલવૂડ વિલા નજીક ગાંજાના પાર્સલ સાથે ઉતારી દીધો હતો, જ્યારે પોતે ફરાર થઈ ગયો હતો. પોલીસને શંકા ન જાય તે માટે તે પોતે કારમાં નીકળતો અને ડ્રાઈવર પાસે ડિલિવરી કરાવતો હતો. આ દરમિયાન, SMC ટીમે તુરંત કાર્યવાહી કરીને રાહુલ ભદોરિયા તેમજ ગાંજો લેવા આવેલા રવિ માર્કન અને દર્શન પરીખ ને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય

આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો 

આરોપીઓ પાસેથી કુલ 432 ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા રવિ અને દર્શન આ જથ્થો શહેર અને જિલ્લાના ફાર્મહાઉસોમાં યોજાનારી ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા. પોલીસે ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની પાસેથી ગ્રાહકોની વિગતો અને આ સપ્લાય ચેઈનમાં સંકળાયેલા અન્ય લોકોની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર અર્ચિત અગ્રવાલ અને તેના ભાગીદારને પકડવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button