ઘણાં ક્રિકેટર્સ મારી પાછળ પડ્યા હતા, સૂર્યકુમાર પણ મેસેજ કરતો…: અભિનેત્રીનો ચોંકાવનારો દાવો | Actress Makes Shocking Claim Many Cricketers Chased Me Even Suryakumar Messaged

![]()
Khushi Mukherjee: ભારતીય ક્રિકેટ ટીમના ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે એક્ટ્રેસ ખુશી મુખર્જીએ ચોંકાવનારો દાવો કર્યો છે. ખુશી મુખર્જીનું કહેવું છે કે, સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો, પરંતુ હવે તેમની વચ્ચે વાતચીત નથી થતી. પોતાના બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર અવાર-નવાર ચર્ચામાં રહેતી ખુશી મુખર્જી અનુસાર, અનેક ક્રિકેટર્સ તેની પાછળ પડ્યા હતા અને તેનું નામ ઘણીવાર અનેક ફેમસ સેલિબ્રિટી સાથે જોડવામાં આવ્યું છે.
‘મને ક્રિકેટર્સ સાથે લિંકઅપ પસંદ નથી…’
એક મીડિયા સાથે વાતચીતમાં ખુશીએ કહ્યું કે, ‘અનેક ક્રિકેટર્સ મારી પાછળ પડ્યા હતા. સૂર્યકુમાર યાદવ મને મેસેજ કરતા હતા. પરંતુ, હવે અમારી વચ્ચે વધુ વાતચીત નથી થતી. હું કોઈ સાથે જોડાવા પણ નથી માંગતી અને મને ક્રિકેટર્સ સાથે લિંકઅપ પસંદ નથી, હકીકતમાં મારૂ લિંકઅપ નથી.’
ઘરમાં થયેલી ચોરી વિશે કરી વાત
આ પહેલાં, ખુશી મુખર્જીએ જણાવ્યું હતું કે, હાલમાં જ તેના મિત્રોએ તેને નશો આપીને ઘરની અંદરનો કિંમતી સામાન ચોરી લીધો હતો. ચોરાયેલા ઘરેણાની કિંમત આશરે 25 લાખ રૂપિયા છે. અહેવાલ અનુસાર, તેણે કહ્યું હતું કે, ‘હું શું કરી શકતી હતી? માફ કરી દેતી અથવા ઇગ્નોર કરતી. જ્યારે બંને વિકલ્પ શક્ય ન હોય ત્યારે મિત્ર દુશ્મન બની જાય છે. પ્રતિસ્પર્ધા વધી જાય છે અને ઈર્ષ્યા સફળતાથી ઉપર થઈ જાય છે. મારા મિત્રોએ મને નશો આપીને ઘરેથી ઘરેણા ચોરી લીધા… હું ઉદાર છું, પરંતુ કદાચ હું જિંદગીમાં મારો રસ્તો ભટકી રહી છું. એવું લાગે છે જાણે હાર માની લેવી જોઇએ.
કોણ છે ખુશી મુખર્જી?
કોલકાતામાં જન્મેલી ખુશી 29 વર્ષની છે અને છેલ્લાં કેટલાય વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. તેની કારકિર્દીની શરૂઆત 2013માં તમિળ ફિલ્મ ‘અંજલ થુરઈ’થી થઈ હતી, તેણે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેને અસલ ઓળખ ભારતીય ટીવી અને રિયાલિટી શોથી મળી. એમટીવીના ‘સ્પ્લિટ્સવિલા 10’ અને ‘લવ સ્કૂલ 3’માં ભાગ લીધા બાદ તે ઘણી લોકપ્રિય થઈ હતી.



