गुजरात

જામનગરના વિવિધ સમાજ-જ્ઞાતિ સંસ્થાઓની નવાનગર સ્ટેટના જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ‘ભારત રત્ન’ ખિતાબ આપવા માંગ કરાઈ | organizations of Jamnagar demanded ‘Bharat Ratna’ for Jamsaheb Digvijaysinhji of Nawanagar State



Jamnagar : જામનગર શહેરની સ્થાપના પછી સ્વતંત્રતા સંગ્રામ સમયે અને તે પછી દેશની અખંડીતતા માટે પોતાની કુનેહતા અને પોતાના પ્રભાવથી સરદાર વલ્લભભાઇ પટેલ સાથે સફળતાપુર્વક રજવાડાઓના વિલિનીકરણ માટે ઉભા રહેલા નવાનગર સ્ટેટના તત્કાલિન જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને મરણોત્તર ‘ભારત રત્ન’ ખિતાબથી સન્માનિત કરવા માટેની બુલંદ માંગણી જામનગરમાં ઉઠી છે.

જામનગર શહેરના વિવિધ જ્ઞાતિ સમુદાયો-સમાજના અગ્રણીઓએ આજે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી પર જઈ આ માટેનું આવેદન અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાની આગેવાનીમાં પાઠવ્યું હતું. આ વેળાએ તેઓની સાથે જામનગર શહેરની અનેક વિવિધ સંસ્થાઓ તથા જ્ઞાતિ-સંગઠનના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને કેન્દ્ર સરકાર સમક્ષ આ રજૂઆત પહોંચાડવા માટેની જિલ્લાના વહીવટી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button