गुजरात
કાલાવડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો : પોલીસ ફરિયાદ | A trader who sold banned Chinese yarn in Kalavad was fined

![]()
Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વિક્રેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
દરમિયાન જામનગરના કાલાવડ ટાઉનમાં એક દુકાનમાં વેપારી દ્વારા પતંગ અને દોરાના વેચાણની સાથે સાથે ચાઈનીઝ દોરાનું વેચાણ પણ થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કાલાવડના વેપારી રાજેશ પ્રાણજીવન ચાવડાની દુકાનમાંથી પોલીસ તપાસ દરમિયાન પાંચ નંગ ચાઈનીઝ દોરાવાળી પાંચ નંગ ફીરકી મળી આવતાં કબજે કરી લેવામાં આવી છે, અને તેની સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.



