गुजरात

થાન જીઆઈડીસીમાં સ્ટીકર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ‘મેજર કોલ’ જાહેર | ‘Major call’ issued after massive fire breaks out at sticker factory in Thane GIDC



જાનહાનિ ટળી પણ શોર્ટ સકટથી લાખોનું નુકસાન

થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રાના ફાયર ફાઈટરોની ટીમે ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મળવ્યા

થાન –  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં આજે સવારે એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. થાન બાયપાસ રોડ પર આવેલી ‘વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીઝ’ નામની સ્ટીકર બનાવતી ફેક્ટરીમાં સવારે ૧૦ઃ૨૦ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી.

ઘટનાની જાણ થતા જ થાન નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે, આગનું સ્વરૃપ અત્યંત વિકરાળ હોવાથી તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક ચોટીલા, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી. અંદાજે ત્રણ કલાકથી વધુ સમય સુધી પાણીનો અવિરત મારો ચલાવ્યા બાદ, બપોરે ૧થ૩૦ વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો.

સદનસીબે, આગ લાગી ત્યારે ફેક્ટરીમાં હાજર કામદારો અને માલિકોએ સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ફેક્ટરીમાં રહેલો તૈયાર સ્ટીકરનો જથ્થો, મશીનરી અને રો-મટીરિયલ બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે માલિકને લાખો રૃપિયાનું મોટું આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સકટના કારણે લાગી હોવાનું અનુમાન છે, પરંતુ સત્તાવાર કારણ જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button