दुनिया

રશિયા-યુક્રેન સીઝફાયરની છેલ્લી આશા પર પાણી ફર્યું! ટ્રમ્પે ગુસ્સે થઈ કહ્યું- આવું તો ના જ કરાય | Russia Claims Drone Attack on Putin’s Residence Trump Calls It a Wrong Move



Drone Attack on Putin’s Residence : રશિયા અને યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે જેટલા પ્રયાસ કરવામાં આવે તેમાં દર વખતે નવી અડચણો જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાય સમયથી મધ્યસ્થી બનીને બંને દેશ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે અમેરિકામાં લાંબી બેઠક કરી. પરંતુ હવે રશિયાનો દાવો છે કે તેમના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસ સ્થાન પર ડ્રોનથી મોટો હુમલો કરવામાં આવ્યો. જોકે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે તમામ ડ્રોન તોડી પડાયા પણ સીધા પુતિન પર આ હુમલાના કારણે રશિયા ભારે આક્રોશમાં જોવા મળશે. બીજી તરફ આ હુમલાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નારાજ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ ખોટો હુમલો હતો. 

શું છે આરોપ

રશિયાનો દાવો છે કે 28 અને 29 ડિસેમ્બરની મધ્ય રાત્રિએ નોવગોરોદમાં પુતિનના નિવાસ સ્થાન પર 91 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોન તોડી પાડ્યા અને પુતિન સુરક્ષિત છે. જોકે રશિયાનું માનવું છે કે યુક્રેન પુતિનની હત્યા કરવા માંગે છે. જોકે યુક્રેનના પ્રમુખે આ તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે. 

ટ્રમ્પ પણ નારાજ 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પુતિન સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુતિને સવાર સવારમાં મને ફોન કરી હુમલા વિશે જાણકારી આપી. તેઓ ખૂબ નારાજ હતા. આ પ્રકારની ઘટનાઓ ન થવી જોઈએ. પહેલેથી ચાલી રહેલું યુદ્ધ વધુ ભડકી શકે છે. કોઈના ઘર પર હુમલો કરવો તદ્દન ખોટી વાત છે. આ હુમલો તમામ પ્રયાસો પાણી ફેરવી શકે છે. 

હવે દુનિયાની નજર રશિયા પર રહેશે કે પુતિન યુક્રેન પર જવાબી કાર્યવાહી કરે છે કે નહીં… 



Source link

Related Articles

Back to top button