गुजरात

બોરસદના ફતેપુર વિસ્તારમાંથી જુગાર રમતા 11 ઝડપાયા | 11 arrested for gambling in Fatehpur area of ​​Borsad



– પત્તાપાના વડે હારજીતનો જુગાર રમાતો હતો

– પોલીસે રોકડ સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ : બોરસદ શહેરના ફતેપુર વિસ્તારમાં આવેલા રૂપાકુઇ ખાતેથી પત્તાપાનાનો જુગાર રમતા અગિયાર શખ્સો ઝડપાયા હતા. તેમજ પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

બોરસદના ફતેપુર ગામના રૂપાકુઈ વિસ્તારમાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તાપાનાનો જુગાર રમી રહ્યાં હોવાની માહિતી બોરસદ શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસે માહિતી વાળા સ્થળે છાપો મારતા અગિયાર શખ્સો ઇમરાન બક્ષોદ્દીન મલેક શહીદ હુસેન મહમ્મદઅલી સૈયદ, જાઓદ્દીન અલાઉદ્દીન મલેક, સોહેલ સિકંદર ભાઈ મલેક, ઈકરામભાઈ ઈકબાલભાઈ મલેક, મહંમદ તારીફ હફીઝ બેગ મિર્ઝા, મુબારિસ ખાન મુસ્તુફા ખાન પઠાણ, રફીક રહીમખાન પઠાણ, મહમદ સિદ્દીક યુનુસમીયા મલેક નાઝીમોદીન યુસુફ મિયાં મલેક અને સરફરાજ ઉર્ફે સરીયો મલેક ઝડપાઈ ગયાહતા. તેમજ પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગ જડતીમાંથી તેમજ દાવ પરથી રોકડા રૂપિયા ૮,૬૦૦ કબજે લઈ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button