गुजरात
વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission for a dance and dinner party in Vadodara

![]()
વડોદરાઃ વડોદરામાં નવાવર્ષને આવકારવા માટે સત્તાવાર રીતે કોઇ પાર્ટીનું આયોજન હજી સુધી કરવામાં આવ્યું નથી.
નવા વર્ષને આવકારવા માટે હોટલો, ફાર્મહાઉસ તેમજ પાર્ટી પ્લોટોમાં ઘણી વાર ડાન્સ એન્ડ ડીનરની પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે.જેની પરવાનગી માગવી ફરજીયાત હોય છે.
પરંતુ વર્ષ-૨૦૨૫ને ગુડબાય કરવા અને વર્ષ-૨૦૨૬ને આવકારવા માટે હજી સુધી આવી કોઇ પાર્ટી માટે પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી નથી. પોલીસ કમિશનરે કહ્યું છે કે,કોઇ પરવાનગી માગશે તો પોલીસ વિચારશે. આ ઉપરાંત ડીજે અને ફટાકડા માટેના નિયંત્રણનો અમલ ચાલુ રહેશે.



