दुनिया

આંચકાજનક : 17 વર્ષ લંડનમાં રહેલા તારિક રહેમાનની પાર્ટી દેશમાં ‘શરીયા’ કાનૂન લગાડશે ! | Shocking: Tariq Rahman’s party lived in London for 17 years will impose Sharia law in the country



– BNP રેલીમાં પક્ષના મહામંત્રી મિર્ઝા ફખરૂલ ઇસ્લામ આલમગિરે કહ્યું : ‘જો અમારો પક્ષ સત્તા પર આવશે તો કુર્રાન અને હાદીથ સિવાય અન્ય કાનૂન નહીં રહે’

ઢાકા : બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી પૂર્વે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)એ સોમવારે જાહેર કર્યું હતું કે, જો તેમનો પક્ષ સત્તા ઉપર આવશે તો દેશમાં શરીયા કાનૂન લાગુ પડશે બીએનપીના કાર્યકારી પ્રમુખ ૧૭ વર્ષ સુધી લંડનમાં સ્વૈચ્છિક દેશવટો ભોગવી સ્વદેશ પાછા ફર્યા પછી તેમણે ફેબુ્રઆરી ૧૨ની ચૂંટણી પહેલા તેમની પાર્ટીના મહામંત્રીએ કરેલા આ વિધાનોએ વ્યાપક હલચલ મચાવી દીધી છે.

ચૂંટણી પહેલાં યોજેલી પ્રચાર રેલીમાં પક્ષના મહામંત્રી ફખરૂલ ઇસ્લામ આલમગીરે કહ્યું : ‘જો અમારો પક્ષ સત્તા ઉપર આવશે તો કુર્રાન અને હાદીથ સિવાયના કોઇ પણ કાનુન અમલી નહીં રહે.’

ઉલ્લેખનીય છે કે, ૧૯૭૨માં ઘડાયેલા દેશના સંવિધાન કરતા આ વિધાનો તદ્દન વિરોધાભાસી છે. તે સંવિધાનમાં તમામને સમાન અધિકારી આપવાની વાત કહી છે તેમજ લઘુમતીઓને અધિકારો આપવાની પણ વાત કરી છે.

દરમિયાન તારિક રહેમાને આજે સોમવારે પોતાનું નિર્વાચન નામાંકનપત્ર ભર્યું હતું. ઢાકાના ખેગૂન બગીચા વિસ્તારના ચૂંટણી અધિકારી સમક્ષ તેઓએ તેમનું નામાંકન પત્ર ભર્યું હતું. આ માહિતી આપતા વર્તમાનપત્ર ડેઇલી સ્ટારે જણાવ્યું છે કે, રહેમાન ૧૩મી જાતીય સંગસદની ૧૨ ફેબુ્રઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ઢાકા ૧૭ મત વિસ્તારના સંગસદ (સાંસદ) પદ માટેનું તેમનું નામાંકનપત્ર ભર્યું હતું.



Source link

Related Articles

Back to top button