गुजरात

ગુજરાતથી ઓમાન જઈ રહ્યું છે દુનિયાનું સૌથી વિશેષ જહાજ: GPS કે એન્જિન નથી, હાથથી કરાયું છે તૈયાર | INSV Kaundinya Porbandar to Oman Indian Navy Gulf region Indian stitched ship technique


INSV Kaundinya: પ્રાચીન ભારતીય ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું નૌકાદળનું જહાજ INSB કૌંડિન્યા ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત તરફ તેની સફર શરૂ કરી રહ્યું છે. આ જહાજની અનોખી વિશેષતાઓ જાણીને તમને પણ નવાઈ લાગશે કે આવું જહાજ અને સુવિધા ભારત સિવાય દુનિયામાં બીજા કોઈ દેશ પાસે નથી. PM મોદીએ પણ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી આનંદની લાગણી વ્યક્ત કરી છે. અને કહ્યું છે કે ‘ અનોખા જહાજથી ગલ્ફ ક્ષેત્ર અને તેની આસપાસના દેશો સાથેના આપણા ઐતિહાસિક સંબંધોને નવીકરણ મળશે’

ગુજરાતથી ઓમાન જઈ રહ્યું છે દુનિયાનું સૌથી વિશેષ જહાજ: GPS કે એન્જિન નથી, હાથથી કરાયું છે તૈયાર 2 - image

પવનથી ચાલે છે, કોઈ બનાવટમાં કોઈ ખીલાનો ઉપયોગ નહીં

આ જહાજની બનાવટમાં 2,000 વર્ષ જૂની ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. નાળિયેરના દોરડાથી સીવેલા લાકડાના પાટિયાથી બનેલું છે આ જહાજમાં કોઈ ખીલાનો ઉપયોગ થયો નથી. આ જહાજ સંપૂર્ણપણે પવનથી ચાલે છે તેમાં કાપડના સઢનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના નિયંત્રણ માટે હલેશાનો ઉપયોગ થશે. પ્રથમ પડાવમાં ગુજરાત થી ઓમાન એટલે કે 1,400 કિલોમીટર (750 નોટિકલ માઇલ)નો પ્રવાસ ખેડશે, આ યાત્રા 15 દિવસ ચાલશે અને તેમાં 13 ખલાસીઓ અને 3 અધિકારીઓ રહેશે. નેવી આ જહાજને જૂના દરિયાઈ માર્ગો પર ચલાવશે.

નાવિક ‘કૌંડિન્યા’ ના નામ પરથી નામ આપવામાં આવ્યું

આ જહાજ 65 ફૂટ લાંબુ, 22 ફૂટ પહોળું, 13 ફૂટ ઊંચું અને 50 ટન વજન ધરાવે છે. સુપ્રસિદ્ધ નાવિક કૌંડિન્યના નામ પરથી આ જહાજનું નામ INSB કૌંડિન્યા આપવામાં આવ્યું છે, તે ભારતના દરિયાઈ વેપારના હજાર વર્ષ જૂના ઇતિહાસને ઉજાગર કરે છે. કેન્દ્ર સરકારે 2023માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કુશળતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો હતો. 

આ પણ વાંચો: ભારતે દુ:ખતી રગ દબાવતા તરફડવા લાગ્યું પાકિસ્તાન! કહ્યું- પાણીને હથિયાર ન બનાવશો

વહાણ પર હજારો સાંધા હાથથી સીવવામાં આવ્યા

આ જહાજની અનોખી વિશેષતા એ છે કે તે કુદરતી સામગ્રી અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. કેરળના કારીગરોએ બાંધકામ પર કામ કર્યું. પ્રખ્યાત જહાજ નિર્માતા બાબુ શંકરન દ્વારા બનાવવામાં આવ્યું છે. સૌથી અચરજ પમાડે તેવી વાત એ છે કે આ જહાજમાં હજારો સાંધા હાથથી સીવેલા છે. ભારતીય નૌકાદળે સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી તેની મજબૂતાઈ જોઈ તેને લીલીઝંડી આપી છે, બીજી એક હકીકત એ છે કે આવા જહાજની કોઈ અગાઉની ડિઝાઇન કે રચના હાલ બચેલી નથી એટલે અજંતાના ચિત્રોનો ઉપયોગ કરીને તેની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button