गुजरात

થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરા પોલીસ દ્વારા વિદેશી દારૂની 50000 બોટલ ઉપર રોડરોલર ફેરવાયું | Ahead of the 31st Vadodara Police rolled over 50 000 bottles of liquor with road roller



Vadodara Police : વડોદરા શહેર પોલીસ દ્વારા 31મી ડિસેમ્બર પહેલા એક તરફ દારૂ પકડવાની અને બીજી તરફ પકડાયેલા દારૂના નાશ ની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત આજે 1.75 કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. 

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન બુટલેગરો મોટેપાને દારૂનો જથ્થો મંગાવતા હોવાથી પોલીસ દ્વારા ઠેક ઠેકાણે દરોડા પાડી દારૂના જથ્થા પકડવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા જ દશરથમાં એક ગોડાઉનમાંથી 33 લાખનો દારૂ પકડાયો હતો. જ્યારે તે પહેલા પણ દશરથના ગોડાઉનમાંથી 2.44 કરોડનો દારૂ મળ્યો હતો. 

વડોદરા પોલીસ કમિશનર દ્વારા દારૂ પકડવાની સાથે સાથે તેનો નાશ કરવાની પણ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે માટે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટના મુજબ અગાઉ પાંચ વખત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

આજે કોયલી ખાતે ફરી એકવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની હાજરીમાં 50,000 બોટલ રસ્તા પર પાથરી તેના ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે કહ્યું હતું કે દરમિયાન 115 જેટલા બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે 15 જણાને વડોદરામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. આ વર્ષમાં કુલ 7.50 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button