राष्ट्रीय

ભાજપે સાથ છોડતાં 2 વર્ષ બાદ ‘કાકા-ભત્રીજા’ વચ્ચે ગઠબંધન! પવારે કહ્યું – પરિવાર એકજૂટ | maharashtra local polls ajit pawar ncp united with sharad pawar party



Maharashtra Local Polls: મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કાકા શરદ પવારની NCP (શરદ પવાર જૂઠ) એ હવે પુણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવારે પિંપરી-ચિંચવાડ નગર નિગમની ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. ડેપ્યુટી સીએમએ રવિવારે કહ્યું હતું કે ‘પરિવાર’ એક સાથે આવી ગયો છે.

કાર્યકરોની ઈચ્છાને કારણે લેવાયો નિર્ણય

સીનિયર પવારના પૌત્ર અને NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું હતું કે, ‘બંને પક્ષો પુણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ નિર્ણય પુણે અને પિંપરી-ચિંચવાડના કાર્યકરોની ઈચ્છાને કારણે લેવામાં આવ્યો છે, જ્યાં બંને પક્ષોએ ગઠબંધનનું પગલું ભર્યું છે.’

પરિવાર એકજૂટ

અજિત પવાર  પિંપરી-ચિંચવાડમાં 15 જાન્યુઆરીના રોજ થવા જઈ રહેલી ચૂંટણી માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, ‘પિંપરી-ચિંચવાડ નગર નિગમ ચૂંટણી માટે ‘ઘડિયાળ’ અને ‘રણશિંગડું’ એક થઈ ગયા છે. પરિવાર એકજૂટ થયો છે.’ પવારે પાર્ટીના કાર્યકરોને સખત મહેનત કરવા અને રેલીઓ દરમિયાન કોઈપણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ ટાળવા અપીલ કરી.

અમે વિકાસ માટે કામ કરનારા લોકો છીએ

અજિત પવારે આગળ કહ્યું કે, ‘અમે વિકાસ માટે કામ કરનારા લોકો છીએ. અમે એ લોકોને બહાર કરી દઈશું જેમણે આ નગર નિગમને દેવામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો.’ દિવસની શરૂઆતમાં પવાર પરિવાર બારામતીમાં હતો, જ્યાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ‘શરદચંદ્ર પવાર સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો: કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત

15 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી

પિંપરી-ચિંચવાડ અને પુણે નગર નિગમ સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે, અને બીજા દિવસે મતગણતરી થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે.





Source link

Related Articles

Back to top button