મોટું મન બતાવી પાછા આપી દો..’ યુપી ભાજપ અધ્યક્ષના કાર્યક્રમમાં રૂ.50,000નું બંડલ ચોરાયું | BJP State President Event 50 000 Stolen From Party Official Pocket Emotional Appeal For Return

![]()
BJP State President Event 50,000 Stolen From Party Official’s: ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની ગાઝિયાબાદની પ્રથમ મુલાકાત અંગે પક્ષના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ હતો. ઠેર-ઠેર સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા અને NH-09 પર ડાસના નજીક ઈન્મેન્ટેક કોલેજ પાસે એક ભવ્ય સ્વાગત સ્ટેજ સજાવવામાં આવ્યો હતો. ફૂલ-માળા, ઢોલ અને સૂત્રોચ્ચાર વચ્ચે કાર્યક્રમની શરૂઆત થતાં જ માહોલ સંપૂર્ણ રાજકીય ઉજવણીમાં ફેરવાઈ ગયો. પરંતુ આ ઉત્સાહ અને ભીડ વચ્ચે એક એવી ઘટના ઘટી જેણે સમગ્ર કાર્યક્રમને થોડા સમય માટે તણાવની સ્થિતિમાં મૂકી દીધો.
મહામંત્રીના ખિસ્સામાંથી 50,000 રૂપિયાનું બંડલ ચોરાયું
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન ભાજપ મંડલ મહામંત્રી માધવ કુમારના ખિસ્સામાંથી 50,000 રૂપિયાનું બંડલ ગાયબ થઈ ગયું. આ ઘટના ત્યારે બની જ્યારે સ્ટેજની આસપાસ ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવા માટે સતત આગળ-પાછળ ફરી રહ્યા હતા. શરૂઆતમાં લોકોએ પૈસા ચોરીની ઘટનાને ગેરસમજ ગણી, પરંતુ થોડીવારમાં જ આ સમાચાર મંચ સુધી પહોંચી ગયા.
પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડ અને NH-09 પર લાંબો ટ્રાફિક જામ હોવાથી પરિસ્થિતિ પહેલાથી જ પડકારજનક હતી. કાર્યક્રમ સ્થળે કાર્યકરોની સંખ્યા સતત વધી રહી હતી. આ દરમિયાન પૈસા ચોરાવાના સમાચારથી સ્ટેજ પર હાજર નેતાઓની ચિંતા વધી ગઈ. વધુ વણસી રહેલી પરિસ્થિતિને જોતા ભાજપ કિસાન મોરચાના મહાનગર અધ્યક્ષ પંકજ ભારદ્વાજે પોતે માઈક સંભાળ્યો અને સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરવાનું શરૂ કર્યું.
મોટું મન બતાવી પાછા આપી દો
પંકજ ભારદ્વાજે મંચ પરથી ખૂબ જ ભાવુક અપીલ કરતા કહ્યું કે, આ આયોજન પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે છે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે વિવાદ પાર્ટીની છબીને નુકસાન પહોંચાડી શકે છે. જો કોઈ કાર્યકર્તા ભાઈને આ 50,000 રૂપિયા મળ્યા હોય મોટું મન બતાવી પૈસા પાછા આપી દો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવ કુમારે જણાવ્યું કે, તેઓ કાર્યક્રમ પહેલા કોઈ કામ માટે 50,000 રૂપિયા પોતાની સાથે લઈને આવ્યા હતા. ભીડમાં ધક્કા-મુક્કી અને સતત લોકો સાથે વાતચીત કરતા તેમને પોતે પણ એ વાતનો ખ્યાલ રહ્યો કે પૈસા ક્યારે ગાયબ થઈ ગયા. જ્યારે તેમણે પોતાના ખિસ્સા ચેક ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ત્યારબાદ તેમણે તરત જ મંચ પર હાજર નેતાઓને આ અંગે જાણ કરી.
આ પણ વાંચો: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ
ઘટનાની સૂચના મળતા જ કેટલાક સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ પોતે તલાશ કરી. સ્ટેજની પાછળ, ખુરશીની આસપાસ અને સ્થળની નજીકના અન્ય ભાગોમાં પણ તલાશ કરી. પરંતુ પૈસા ક્યાંય ન મળ્યા.



