જામનગર શહેર-લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : 5 મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા | 17 gamblers including 5 women arrested in gambling raid at Jamnagar city Lalpur and Jamjodhpur

![]()
Jamnagar Gambling Raid : જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને પાંચ મહિલાઓ સહિત 17 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનૌ સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરમાં શંકર ટેકરી નજીક સુભાષ પરા શેરી નંબર-2માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી સરલાબેન છોટા લાલ નાખવા, ભાનુબેન કેશુભાઈ પાટડીયા, બિલકીશબાનુ મહેબુબભાઇ દરજાદા, નીતાબેન ઈરફાનભાઇ રાઠોડ, અને પૂજાબેન દીપકભાઈ ઝિંઝુવાડીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1200ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો લાલપુર નજીકના નાંદુરી ગામમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં નદીના કાંઠેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હમીર જેતાભાઈ કરંગીયા, ભુપત માંડણભાઈ વડાલીયા, બાબુભાઈ નાથાભાઈ કરંગીયા, પાલાભાઈ ગોગનભાઈ મારિયા, ધર્મેશ વલ્લભભાઈ સુરાણી, અને સોમાત વજશીભાઈ વરુની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,12,470 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો જામજોધપુર નજીક વાલાસણ ગામની સીમમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં રેલવેના પાટાની બાજુમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નરેન્દ્ર દામજીભાઈ પાંચાણી, ઇકબાલ સલેમાનભાઈ સંધિ, હસન ઉમરભાઈ સંધી, અશ્વિન બટુકભાઈ પરમાર, રાજેશ લવજીભાઈ વિરાણી, અને દિનેશ મોહનભાઈ ગોહિલ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૮૬૬૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.



