થર્ટી ફર્સ્ટને લઇ ભાવનગર પોલીસ એલર્ટ મોડમાં, 12 પોઇન્ટ પર તપાસ | Bhavnagar Police on alert mode regarding Thirty First investigation at 12 points

![]()
– અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસની કાર્યવાહી
– એન્ટ્રી-એક્ઝિટ પર સાત જેટલી ચેક પોસ્ટ ઊભી કરાઇ, હિસ્ટ્રીસીટરો પર બાજ નજર રખાશે
ભાવનગર : ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને અનિચ્છનિય બનાવવાના બને તેને લઈ ભાવનગર પોલીસ ગત મોડી રાત્રેથી જ એક્શન મોડમાં આવી ગઈ હતી અને વાહન ચેકિંગ નશીલી હાલત મા ખડતા ભટકતા લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તદુપરાંત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એન્ટ્રી એક્સિટ પોઇન્ટ પર સાત ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને આવતા જતા લોકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે.
ભાવનગર શહેર જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી નિર્ણય ભાવનગર પોલીસ હાલ એક્સલ મોડ માં આવી ગઈ છે અને ઠેર ઠેર વાહન ચેકિંગ સહિત નશીલી હાલતે રખડતા ભટકતા લોકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તદઉપરાંત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એટલે કે બહારના જિલ્લાઓમાંથી આવવા જવા માટેના રસ્તા પર સાત જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને આવતા જતા વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ ભાવનગર શહેરમાં બાર જેટલા પોઇન્ટ લોકેટ કરવામાં આવ્યા છે અને આ પોઇન્ટ પર બેરી કેટીંગ કરી વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે. તથા ફાર્મ હાઉસ હોટલ ધાબા સહિતના સ્થળો પર પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ અને સગન ચેક કરવામાં આવ્યું છે. તેમજ હિસ્ટ્રીશીટર એટલે કે દારૂ પીવાની લતવાળા અને તારું વેચવા ની કુટેવ ધરાવતા તેમજ શરીર સંબંધી ગુના આચરતા ગુનેગારો પર વોચ રાખી કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. તેમની સાથો સાથ ઇન્ટર પોલીસ સ્ટેશન વચ્ચે પણ પોલીસની ટુકડીઓ દ્વારા માઉથ એનાલીસીસ મશીન વડે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગમાં માઉથ એનેલઈઝર વડે લોકો નશીલી હાલતમાં વાહન ચલાવે છે કે, નહીં તે અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.હથિયારો સાથે રખડતા લોકોને પણ પકડી પાડવામાં આવ્યા છે.
હોટલ-ધાબા પર ડ્રોન વડે વોચ રખાશે
૩૧ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત ભાવનગર પોલીસ એલર્ટ બની છે ત્યારે ૩૧ ડિસેમ્બરના દિવસે ડ્રોન વડે ભાવનગર શહેરના હોટલ ધાબા સહિત સેન્સિટીવ વિસ્તારો પર બાજ નજર બનાવી રાખશે તેમજ એલસીબી અને એસઓજી ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે તેમ ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું.
છરી, લાઇસન્સ વગર અને નશીલી હાલતે વાહન ચલાવતા 30 સામે કાર્યવાહી
ગત મોડી રાત્રી દરમિયાન હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન નશીલી હાલતે રખડતા ભટકતા ૧૦ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.જ્યારે છરી સાથે રખડતા ૫ શખ્સ અને લાઇસન્સ વગર વાહન ચલાવતા ૧૫ જેટલા લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું.

