गुजरात

ઢેબર રોડ પરની ફર્નિચર માર્કેટની દસેક દુકાનમાં તસ્કર ત્રાટક્યો | Smugglers raided dozens of shops in the furniture market on Dhebar Road



સીસીટીવીમાં કેદ ચોરની ઓળખ મેળવવા તજવીજ

મોટાભાગના વેપારીઓ ગલ્લામાં મોટી રકમ રાખતા ન હોવાથી સામાન્ય રકમની ચોરી થઇ

રાજકોટ: ઢેબર રોડ પર આવેલી ફર્નિચર માર્કેટની દસેક દુકાનોમાં ગઇકાલે રાત્રે બુકાનીધારી તસ્કર ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. મોટાભાગના વેપારીઓ ગલ્લામાં રકમ રાખતા ન હોવાથી મોટી રકમની ચોરી થઇ ન હતી. સીસીટીવીમાં કેદ તસ્કરને ઝડપી લેવા એ ડીવીઝન પોલીસે તજવીજ શરૂ કરી છે.

ભક્તિનગર સોસાયટી શેરી નં. ૭માં રહેતા જયભાઈ કારિયા (ઉ.વ.૩૨)ના ઢેબર રોડ પર સદગુરુ ફર્નિચર નામના બે શો રૂમ છે. જેમાંથી તેના પિતા પંકજભાઈ જે શો રૂમમાં બેસે છે ત્યાં ગઇકાલે રાત્રે પાછળનું શટર ઊંચકાવી ત્રાટકેલો તસ્કર રૂા. ૧૭૦૦ની રોકડ રકમ અને ગાયના ઘાસચારા માટે ટીંગાળેલી દાન પેટી કે જેમાં રૂા. ૩૦૦થી ૪૦૦ હતા તે ચોરી કરી ગયો હતો. બાજુમાં આવેલ પૂનમ ફર્નિચરમાં પણ  ત્રાટક્યો હતો. તેના પહેલા માળે કાચની બારી તૂટેલી મળી આવી હતી.

નજીકમાં જ આવેલ ડો. ધનંજય શાહની ક્લીનીકમાંથી પણ તસ્કર ત્રાટક્યો હતો. ક્લીનીકની બારીમાં કાચ તોડી નાખ્યો હતો. આ ઉપરાંત જયભાઈના પિતરાઇ ભાઇ પુનિતભાઈ કારિયાના વેર હાઉસ નામના શો રૂમના કાઉન્ટરમાંથી રૂા. ૬૫૦ની ચોરી કરી હતી. 

સીસીટીવી કેમેરા ચેક કરતાં મોઢે મફલર બાંધેલો તસ્કર રાત્રે બારેક વાગ્યે પ્રવેશ્યા બાદ વહેલી સવારે ચારેક વાગ્યે જતો જોવા મળ્યો હતો. વેપારીઓએ જણાવ્યું કે અન્ય છએક દુકાનોમાં પણ આ તસ્કર ત્રાટક્યો હતો. જો કે મોટી મત્તાની ચોરી થઇ ન હોવાથી બાકીના વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. 



Source link

Related Articles

Back to top button