મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lakh taxpayers paid property tax worth Rs 149 91 crore in 9 months

![]()
– મિલકત વેરો વસુલવા માટે મહાપાલિકાની કાર્યવાહી
– મહાપાલિકાની ટીમે મિલકત વેરો વસુલવા કાર્યવાહી કરતા બાકીદારોમાં ફફડાટ, 3 માસમાં હજુ મિલકત વેરાની આવક વધશે
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો મિલકત વેરો સ્વિકારવાની કામગીરી યથાવત છે અને મિલકત વેરો વસુલવા માટે રીકવરી ટીમ પણ કામગીરી કરી રહી છે, જેના પગલે મહાપાલિકાને છેલ્લા ૯ માસમાં મિલકત વેરાની સારી આવક થઈ છે.
મહાપાલિકાને છેલ્લા ૯ માસમાં મિલકત વેરાની કુલ રૂા. ૧૪૯.૯૧ કરોડની આવક થઈ છે અને કુલ ૧.૮૭ લાખ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. મહાપાલિકાને તા. ૧ એપ્રિલથી ડિસેમ્બર માસ સુધીમાં મિલકત વેરાની સારી આવક થઈ છે. એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજનાના પગલે મહાપાલિકામાં ઘણા કરદાતાઓ મિલકત વેરો ભર્યો હતો પરંતુ ત્યારબાદ મહાપાલિકાની મિલકત વેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પગલે બાકીદારો મિલકત વેરો ભરી રહ્યા છે.
મહાપાલિકા દ્વારા હજુ આગામી ત્રણ માસ સુધી મિલકત વેરો વસુલવાની કામગીરી કરવામાં આવશે, જેના પગલે હજુ મિલકત વેરાની આવક વધશે તેથી મહાપાલિકાની તીજોરીમાં મિલકત વેરાની સારી આવક થશે તેમ જણાય રહ્યુ છે.
મિલકત વેરો વસુલવા કાર્યવાહી યથાવત રહેશે : અધિકારી
ભાવનગર મહાપાલિકા દ્વારા મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વેરો નહીં ભરનારની મિલકત સીલ મારવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેથી બાકીદારોને મિલકત વેરો ભરી દેવા માટે મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારી વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ છે.
મહાપાલિકાને છેલ્લા 9 માસમાં થયેલ મિલકત વેરાની આંકડાકીય માહિતી
|
માસ |
રકમ |
|
એપ્રિલ |
૧૦૦.રર |
|
મે |
૧૩.પ૪ |
|
જુન |
૬.૧૬ |
|
જુલાઈ |
પ.૮૮ |
|
ઓગષ્ટ |
૪.૯૬ |
|
સપ્ટેમ્બર |
૪.પ૮ |
|
ઓકટોબર |
ર.૪૬ |
|
નવેમ્બર |
૪.૪૦ |
|
ડિસેમ્બર |
પ.ર૭ |



