दुनिया

ચીની સંસદે ભ્રષ્ટાચાર મુદ્દે ત્રણ લશ્કરી અધિકારીને હાંકી કઢાયા | Chinese parliament expels three military officials over corruption



બેઇજિંગ: ચીની સંસદે તાજેતરના ભ્રષ્ટાચાર સામેના કડક પગલામાં ત્રણ ઉચ્ચ કક્ષાના લશ્કરી અધિકારીઓને હાંકી કાઢ્યાં છે.નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્ટેન્ડીંગ કમિટીએ શનિવારે સેન્ટ્રલ મિલિટરી કમિશન ની રાજકીય અને કાયદાકીય બાબતોની સમિતિના વડા વાંગરેન હુઆ,પીપલ્સ આર્મ્ડ પોલીસના રાજકીય કમિશનર ઝાંગ હોંગબિંગ અને સીએમસીના તાલીમ વિભાગના ડિરેકટર વાંગ પેંગને હાંકી કઢાયા હતાં. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે રવિવારે જણાવ્યું હતું કે ત્રણેય સેન્ટ્રલ કમિટી, શાસક કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ચાઇનાની ટોચની નિર્ણય લેતી સંસ્થાના સંપૂર્ણ સભ્યો છે.આ અધિકારીઓ જૂલાઇના અંતમાં પીપલ્સ લિબરેશન આર્મીની વર્ષગાંઠ અને ઓકટોબરમા પાર્ટીની ચોથી પૂર્ણાહુતીના મુખ્ય કાર્યક્રમોમા ગેરહાજર રહ્યાં હતાં. નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્ટેન્ડીંગ કમિટીએ સીએમસીના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન હી વેઇડોંગને પણ હાંકી કાઢ્યાં હતા, જેમને આ વર્ષે ઓકટોબરમાં સીપીસીમાંથી હાંકી કાઢી સેવામાંથી બરતરફ કરાયા હતાં. ચીની સૈન્યના એકંદર હાઇકમાન્ડ, સીએમસીનું નેતૃત્વ રાષ્ટ્રપતિ શી જિનપિંગ કરે છે.સ્ટેન્ડિંગ કમિટીએ પીએલએ ના રાજકીય કાર્ય વિભાગના ભૂતપૂર્વ સિનિયર અધિકારી હી હોંગજુનનું સભ્ય પદ પણ રદ કર્યું હતું. ભ્રષ્ટાચરના આરોપમા ઓકટોબરમા તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં. સંસદમાંથી હાંકી કાઢવામાં આવેલા ૬૩ વર્ષિય વાંગ રેનહુઆને ગતવર્ષે શી દ્વારા એડમિરલ પદ પર બઢતી આપવામાં આવી હતી અને લશ્કરની અદાલતો પ્રોક્યુરેટોરેટ અને જેલનો હવાલો સોપવામાં આવ્યો હતો. ૫૯ વર્ષિય ઝાંગને ૨૦૨૨મા પૂર્ણ જનરલ તરીકે બઢતી આપવામાં આવી હતી અને પીએપીના રાજકીય કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ૬૧ વર્ષિય વાંગ પેંગને ડિસેમ્બર ૨૦૨૧માં લેફ્ટનન્ટ જનરલ તરીકે બઢતી આપવામાં આવી હતી અને સીએમસીના તાલીમ અને વહીવટી વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.



Source link

Related Articles

Back to top button