गुजरात

મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ગિરફ્તાર, એક ફરાર | Man arrested for betting on cricket matches on mobile phone one absconding



– સિહોર પોલીસ ઊંઘતી ઝડપાઈ

– પેરોલ ફર્લો સ્ક્વોડે મોબાઈલ ફોન એકટીવા મળી કુલ રૂા. 80 હજારનો મુદ્દામાલ કબજે લીધો

સિહોર : સિહોર પોલીસ સ્ટેશનીની સામે ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર સટ્ટો રમી રમાડતા શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિહોર પોલીસ ઊંઘતી રહી અને પેરોલ ફર્લો સ્ક્વોડે  સટોડિયાને ઉઠાવી લીધો.

પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન બાતમી મળી હતી કે,હરેશ શંકરમલ કોકરા (રહે. શિહોર, જી.ભાવનગર)  શિહોર પોલીસ સ્ટેશનની સામે વિકાસ ટ્રાન્સપોર્ટના ગેઇટ પાસે જાહેર રોડ ઉપર પોતાની એક્ટીવા નંબર જીજે ૦૪ સીઇ ૯૨૯૭  લઇ ઉભો છે. અને તે ગાડી ઉપર બેઠા-બેઠા પોતાના મોબાઇલ ફોનમાંથી ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ થઇ શકે તે માટે તથા લાઇવ કસીનોની રમતમાં રૂપિયાની હારજીત માટે અન્ય લોકોને જુગાર રમવાની આઇન્ડી ફોરવર્ડ કરી આઇડીના રૂપીયા લઇ પૈસાની હાર-જીતનો જુગાર રમી,રમાડે છે. જે બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા હરેશ શંકરમલ કોકા  પોતાની પાસે રહેલ મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદા પાડવાની ડુકડુક ગો નામની એપ્લીકેશનમાં ફિજમેટ ૯૯ સિએમ નામની માસ્ટર આઇ ડી ગોપાલ ઉર્ફે શેરો જમનાદાસ કોકરા (રહે ભાટ ગામ અમદાવાદ)  પાસેથી મેળવી તેમાંથી અન્ય કલાઇટની પેટા આઇડી અલગ અલગ બેલેન્સની બનાવી કલાઇન્ટના વોટસએપમાં મોકલી આપી લાઇવ ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ થઇ શકે તે માટે તથા લાઇવ કસીનોની રમતમાં રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી જુગાર રમવામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન,મોટરસાયકલ  મળી કુલ રૂ ૮૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો.પોલીસે બે શખ્સ વિરૂધ્ધ સિહોર પોલીસ માથામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના શખ્સ પાસેથી માસ્ટર આઇડી મેળવતો હતો

સિહોરનો શખ્સ અમદાવાદના શખ્સ પાસેથી એપ્લિકેશન મારફત માસ્ટર આઇડી મેળવી મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર હાર જીતના સોદા પડતો હતો.



Source link

Related Articles

Back to top button