दुनिया

લંડનમાં બાંગ્લાદેશ સામે હિન્દુઓના ધરણાં રોકવા ખાલિસ્તાનીઓનો અટકચાળો | Khalistanis stage protest to stop Hindu protest against Bangladesh in London



– બાંગ્લાદેશ હાઇ કમિશન સામે બાંગ્લાદેશી હિન્દુઓનો સુત્રોચ્ચાર

– ઓસમાન હાદીના હત્યારા ફૈસલ, આલમગીર ભારત ભાગી ગયાનો બાંગ્લાદેશનો દાવો બીએસએફએ ફગાવ્યો

– બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અટકવો જોઇએ : અમેરિકી વિદેશ મંત્રાલય

– ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સુત્રોચ્ચાર કર્યા, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે મૌન રહ્યા

લંડન: બાંગ્લાદેશમાં હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓને લઇને ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ હિન્દુઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિટનની રાજધાની લંડનમાં આવેલા બાંગ્લાદેશ હાઇ કમિશન બહાર મોટી સંખ્યામાં હિન્દુઓ એકઠા થયા હતા. જોકે આ વિરોધ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડવા માટે ખાલિસ્તાનીઓ પણ આવી પહોંચ્યા હતા અને ભારત વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. એક તરફ હિન્દુઓ બાંગ્લાદેશમાં કટ્ટરવાદ સામે જ્યારે બીજી તરફ ખાલિસ્તાનીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. 

બ્રિટનમાં રહેતા બાંગ્લાદેશી અને ભારતીય હિન્દુઓએ બાંગ્લાદેશ હાઇ કમિશન સામે એકઠા થઇને હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો હતો. હાલમાં પ્લેકાર્ડ લઇને મોટી સંખ્યામાં હિન્દુઓ બાંગ્લાદેશ હાઇ કમિશન સામે એકઠા થયા હતા. આ જ સમયે મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓ પણ આવી પહોંચ્યા હતા અને હિન્દુઓના વિરોધ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. જોકે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરાયા હતા. ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંતસિંહ પન્નૂના કહેવાથી આ ખાલિસ્તાનીઓ એકઠા થયા હોવાની શંકા છે. જ્યારે અમેરિકાના વિદેશ વિભાગે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો વિરોધ કર્યો છે. સાથે જ કહ્યું હતું કે અમેરિકા ધાર્મિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ, શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શનનું સમર્થન કરે છે.  

બાંગ્લાદેશમાં તાજેતરમાં બે હિન્દુ યુવકોની કટ્ટરવાદીઓ દ્વારા હત્યા કરી દેવાઇ, એક યુવકનો મતૃદેહ જાહેરમાં સળગાવાયો હતો. આ ઘટનાની વિશ્વભરમાં ટીકા થઇ રહી છે. આરોપીઓની સામે યોગ્ય પગલા લેવાના બદલે હવે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની કટ્ટરવાદી સરકાર ભારતને બદનામ કરવા માગે છે. તાજેતરમાં જ કટ્ટરવાદી નેતા શરીફ ઓસમાન હાદીની હત્યા કરવામાં આવી હતી, આ હત્યામાં સામેલ બે આરોપીઓ ફૈસલ કરીમ મુસાદ અને આલમગીર શેખ બન્નેને હાલ બાંગ્લાદેશ પોલીસ શોધી રહી છે. 

જોકે બેમાંથી કોઇની પણ ભાળ નથી મળી રહી તેથી હવે બાંગ્લાદેશ પોલીસ દોષનો ટોપલો ભારત પર ઢોળવા પ્રયાસો કરી રહી છે અને દાવો કર્યો છે કે હત્યાના આ બન્ને આરોપી ભારત ભાગી ગયા છે. બન્ને આરોપીઓને મેઘાલયમાં સ્થાનિકો દ્વારા મદદ કરવામાં આવી હોવાનો દાવો પણ બાંગ્લાદેશ પોલીસે કર્યો છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના એસ એન નઝરુલે કહ્યું હતું કે હત્યાના આરોપીઓને ભારતમાં મદદ પુરી પાડનારા પુરતી અને સામીની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. જોકે બાંગ્લાદેશ પોલીસનો આ દાવો કલાકોમાં જ ખુલ્લો પડી ગયો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) અને મેઘાલય પોલીસે કહ્યું હતું કે બાંગ્લાદેશની સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો હોવાના દાવાના કોઇ જ પુરાવા નથી. બીએસએફના મેઘાલયના આઇજી ઓ પી ઓપાધ્યાયે કહ્યું હતું કે ઘૂસણખોરીની કોઇ જ માહિતી બીએસએફ પાસે નથી. 



Source link

Related Articles

Back to top button