दुनिया

ગાઝા જશું જ શાંતિ માટે, પરંતુ તેના ડ્રાફ્ટમાં હમાસનું નિઃશસ્ત્રીકરણ સામેલ ન કરાય તો જ : પાક. | We will go to Gaza for peace but only if disarmament of Hamas is not included in its draft: Pak



વાંધો યુ.એસ.ના નેતૃત્વ નીચેની વચગાળાની સરકારનો છે

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે કહ્યું : ”પાકિસ્તાન ત્યાં શાંતિ સ્થાપવા જશે બીજું બધું પેલેસ્ટાઇ સરકારે જ સંભાળવું જોઈએ”

ઈસ્લામાબાદ: ગાઝામાં શાંતિ સ્થાપવા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૦ સૂત્રીય યોજના પ્રસ્તુત કરી છે. જેની નીચે ગાઝાને પુનર્વાસિત કરી શકાય, અને ત્યાં શાંતિ સ્થાપી શકાય. તે યોજના નીચે આંતરરાષ્ટ્રીય સ્થીરીકરણ સેના (આઈએસએફ) રહે, જેનું નેતૃત્વ અમેરિકી અધિકારીઓ કરે.

આ સામે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે, પાકિસ્તાન તે યોજનામાં જોડાવા તૈયાર છે પરંતુ તે ત્યારે કે તેના મુસદ્દામાં હમાસનાં નિઃશસ્ત્રીકરણને સમાવિષ્ટ ન કરાય તે ઉપરાંત તેઓએ કહ્યું હતું કે શાંતિ સ્થપાયા પછી, ત્યાં જે વચગાળાની સરકાર રચાય અને તેમાં બહુવિધ દેશો પણ રહે, અને તેનું નેતૃત્વ અમેરિકી અધિકારીઓ કરે તે સ્વીકાર્ય બને તેમ જ નથી.

એક પત્રકાર પરિષદને સંબોધતાં ઈશાક ડારે તે પ્રશ્ન અત્યંત સંવેદનશીલ રહ્યો હતો. તેમણે ફરી કહ્યું કે પાકિસ્તાન ત્યાં શાંતિ સ્થાપવાની ભૂમિકાનું સમર્થન કરે છે. શાંતિ બળજબરીથી સ્થાપવાનું સમર્થન કરતું નથી. તે વિસ્તારનો વહીવટ પેલેસ્ટાઇનીઓને જ સોંપવો જોઈએ. વચગાળાની સરકાર સ્વીકાર્ય નથી.

આ પૂર્વે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ૧૯મી ડીસેમ્બરે પુષ્ટિ કરી હતી કે, પાકિસ્તાને ટ્રમ્પની ૨૦ સૂત્રીય શાંતિ યોજનાના મુસદ્દા નીચે પાકિસ્તાને આઈએસએફ સૈનિકો મોકલવા ‘હા’ પણ પાડી હતી. અમે પાકિસ્તાનના આ નિર્ણય માટે તેના આભારી છીએ. પરંતુ પાકી સહમતી માગતા પહેલાં કેટલાક પ્રશ્નોનો જવાબ જોઈશે. રૂબિયોએ તેમ પણ કહ્યું હતું કે, ત્યાં સ્થીરીકરણ માટે કેટલાએ દેશોએ સૈનિકો મોકલવા ‘હા’ પાડી છે.

નિરીક્ષકો માને છે કે મૂળ વાંધો તો યુ.એસ.ના નેતૃત્વ નીચેની વચગાળાની સરકાર સામે છે. પાકિસ્તાન સહિત ઘણા દેશો માને છે કે, તે દ્વારા અમેરિકા અને તેનું સાથી ઈઝરાયલ તે પ્રદેશ પર કબ્જો જમાવી દેશે અને તે કબ્જો ક્યારે છોડશે તે કહી શકાય તેમ નથી.



Source link

Related Articles

Back to top button