વિક્રમ ભટ્ટ અને તેની પત્નીની બીજી જામીન અરજી પણ ફગાવાઈ | Vikram Bhatt and his wife’s second bail application also rejected

![]()
– 30 કરોડનાં ફ્રોડમાં પતિ-પત્ની બંને જેલમાં
– તપાસ બહુ મહત્ત્વના તબક્કે હોવાથી હાલ જામીન આપવા યોગ્ય નથી તેમ કોર્ટે કહ્યું
મુંબઈ: બોલિવુડ ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ તથા તેની પત્ની શ્વેતામ્બરી ભટ્ટની સતત બીજી જામીન અરજી પણ ઉદયપુર કોર્ટે ફગાવી દીધી છે. આથી ૩૦ કરોડના ફ્રોડનાં આરોપી આ પતિ -પત્ની હજુ પણ જેલની હવા ખાઈ રહ્યાં છે.
અગાઉ બંનેએ તબીબી કારણોસર જામીન માગ્યા હતા. પરંતુ, અદાલતે એ અરજી ફગાવી દીધી હતી. તે પછી બંનેએ બીજીવાર જામીન માગતાં ઉદયપુરની કોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી હતી કે ગુનો બહુ ગંભીર પ્રકારનો છો, હાલ તપાસ બહુ મહત્વના તબક્કે છે. આ કેસના અનેક દસ્તાવેજો હજુ તપાસવાના બાકી છે. આ તબક્કે જામીન આપવા યોગ્ય નહિ ગણાય.
ઉલ્લેખનીય છે કે વિક્રમ ભટ્ટ તથા તેની પત્ની સામે ઉદયપુરની એક આઈવીએફ કંપનીના માલિક પાસેથી ચાર ફિલ્મો બનાવવાના પૈસા લીધા બાદ ફિલ્મો નહિ બનાવીને આ પૈસા અન્યત્ર વાળી દઈ છેતરપિંડી કરવાનો આરોપ છે.



