मनोरंजन

રણવીરની પ્રલયમાં આલિયા ભટ્ટને રોલ ઓફર કરાયો | Alia Bhatt offered role in Ranveer’s Pralay



મુંબઈ: રણવીરસિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’માં આલિયા ભટ્ટને ફીમેલ લીડનો રોલ ઓફર કરાયો હોવાનું કહેવાય છે. દિગ્દર્શક જય મહેતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં નાયકને શરણે થતી નહિ પરંતુ તેની સમકક્ષ મજબૂત સ્ત્રી તરીકેના રોલમાં આલિયા તેમને પરફેક્ટ લાગે છે. 

જોકે, આલિયાએ આ ફિલ્મ સાઈન કરી છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આલિયા આ રોલ સ્વીકારશે તો ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ પછી બીજીવાર તેઓ કોલબરેશન કરશે. ‘પ્રલય’ ફિલ્મમાં મુંબઈમાં તબાહીના દ્રશ્યો દર્શાવાશે. કેટલીક હોલિવુડ ફિલ્મો પરથી તેની પ્રેરણા લેવાઈ છે. રણવીર સિંહે હાલમાં જ ‘ડોન થ્રી’ ફિલ્મ છોડી દીધી છે અને તેણે હવે ‘પ્રલય’નાં શૂટિંગ માટે જ તમામ તારીખો ફાળવવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 



Source link

Related Articles

Back to top button