કોન્ટ્રાક્ટરે કોમ્પલેક્સના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો | Contractor commits suicide by jumping from seventh floor of complex

![]()
વડોદરા,માંજલપુરના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે કોમ્પલેક્સના સાતમા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જે અંગે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે શારણ્ય બિલ્ડિંગમાં રહેતા હેમંતકુમાર અશોકભાઇ પટેલ (ઉં.વ.૪૬) બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેમની ઓફિસ માંજલપુર લામેજિસ્ટિક બિલ્ડિંગમાં છે.ગઇકાલે બપોરે સાડા ચાર વાગ્યે તેઓએ બિલ્ડિંગના સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. નજીકમાં રહેતા શખ્સે આ અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. હેમંતકુમારને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. આપઘાતનું કારણ જાણવા માટે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પત્ની ગૃહિણી છે જ્યારે તેમનો પુત્ર વિદેશમાં રહે છે.



