मनोरंजन

રકૂલપ્રીત સિંઘનો ભાઈ અમનપ્રીત ડ્રગ કેસમાં ફરાર | Rakulpreet Singh’s brother Amanpreet absconding in drug case



– હૈદરાબાદના ડ્રગ કેસમાં પોલીસને તપાસ

– અગાઉ જુલાઈ-24માં પણ ડ્રગ લેતાં  પકડાયો હતો, હવે બીજીવાર નામ આવ્યું

મુંબઈ: એકટ્રેસ રકૂલ પ્રીત સિંઘનો ભાઈ અમનપ્રીત સિંઘ હૈદરાબાદના ડ્રગ કેસમાં ફરાર થઈ ગયો છે. હાલ હૈદરાબાદ પોલીસ તેને શોધી રહી છે. 

હૈદરાબાદ  પોલીસે તાજેતરમાં કેટલાક ડ્રગ સપ્લાયરોને પકડયા હતા. તેઓ બહુ પસંદગીના ગ્રાહકોને ડ્રગ સપ્લાય કરતા હતા. અમન પણ તેમાંનો એક હોવાનું જણાયું છે. પોલીસે જોકે અમને આ કેસમાં આરોપી નહિ પરંતુ ડ્રગના ગ્રાહક તરીકે ઓળખીને તેની તપાસ હાથ ધરી છે. 

અગાઉ જુલાઈ ૨૦૨૪માં પણ અમન સિંઘ ડ્રગ લેતાં  પકડાયો હતો. તેનું નામ વારંવાર એકથી વધુ ડ્રગ કેસમાં આવ્યું હોવાથી પોલીસ તેને શોધી રહી છે. પોલીસને આશા છે કે અમન પાસેથી તેને ડ્રગ વેચનારાઓનાં સમગ્ર નેટવર્કની માહિતી મળી શકે છે. પોલીસે અમનને પકડવા માટે જાળ બિછાવી છે અને ઠેકઠેકાણે તપાસ આદરી છે. 



Source link

Related Articles

Back to top button