गुजरात

બાજવા – અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system installed in section



વડોદરા રેલવે વિભાગ દ્વારા બાજવા – અમદાવાદ રેલ સેકશનમા એ.ટી.પી. (ઓટોમેટીક ટ્રેન પ્રોટેક્શન) કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ છે. આવતીકાલે ડીઆરએમ આ કામગીરીનું નિરીક્ષણ કરશે.

રેલવે સંચાલનમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા વડોદરા વિભાગના સિગ્નલ અને ટેલિકોમ વિભાગ દ્વારા ૯૬ કિલોમીટર લંબાઈ ધરાવતા બાજવા – અમદાવાદ રેલ સેકશનમાં સ્વદેશી ક્વચસિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

આ સેક્શનની આવતીકાલે તા. ૨૯ ડિસેમ્બરે વડોદરા- અમદાવાદ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે હાજર રહી આ સિસ્ટમની પ્રણાલીનું નિરીક્ષણ કરશે.

વડોદરા વિભાગના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા મુજબ, આ સેક્શન પર ચાલતા તમામ લોકોમોટિવ (ટ્રેનના એન્જિન)કવચ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે. નવી ટેક્રોલોજીથી તૈયાર કરાયેલી આ સિસ્ટમ રેડ સિગ્નલ ઉલ્લંધન અટકાવવું, આપમેળે ગતિ નિયંત્રણ તેમજ સામસામે અને પાછળથી થનારી અથડા મણોથી સુરક્ષા આપે છે.



Source link

Related Articles

Back to top button