થરાદમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનાવાશે, એક અઠવાડિયામાં અધિકારીઓની જગ્યા ભરાશે’, વિધાનસભા અધ્યક્ષની જાહેરાત | Three new police stations will be built in Tharad Shankar Chaudhary announced

![]()
3 Police Stations Will Be Built Tharad : ગુજરાતમાં નવરચિત વાવ-થરાદ જિલ્લામાં ત્રણ નવા પોલીસ સ્ટેસન બનાવવામાં આવશે. થરાદના પીલુડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ અંગે જાહેરાત કરી હતી. વિધાનસભા અધ્યક્ષે જાહેરાત કરી છે કે, એક અઠવાડિયામાં અધિકારીઓની જગ્યા ભરવામાં આવશે.
થરાદમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનાવાશે
થરાદના પીલુડામાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, થરાદમાં મહિલા પોલીસ સ્ટેશન સહિત કુલ ત્રણ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. તેમજ રાહ-ધરણીધરના મામલતદારની જગ્યા ભરાશે. આમ જિલ્લામાં અધિકારીઓની રહેલી ખાલી જગ્યાઓ એક અઠવાડિયામાં પૂર્ણ કરાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરીના દિવસે થરાદમાં રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આમ 26મી જાન્યુઆરી પહેલા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.



