‘…તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ?’, BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન | bmc election 2026 shiv sena ubt uddhav thackeray big statement on bjp

![]()
Image Source: IANS
BMC Elections 2026: મુંબઈમાં BMC ચૂંટણી 2025ને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘અત્યાર સુધી ભાજપે અમારો દુરૂપયોગ કર્યો. કોંગ્રેસની સાથે પણ અમારો એવો જ અનુભવ છે. આટલા વર્ષો બાદ અમે મરાઠી અને મહારાષ્ટ્ર માટે MNS સાથે આવ્યા છીએ.’ તેમણે દાવો કર્યો કે, મહારાષ્ટ્રની સુરક્ષા માત્ર શિવસેના જ કરી શકે છે.
સેના ભવનમાં શિવસૈનિકોની બેઠકમાં તેમણે કહ્યું કે, ‘જ્યારે ધનુષ-બાણનું નિશાન છીનવી લેવાયો, તો વિચારો આપણને મશાલ શા માટે મળી. હું તમને અપીલ કરવા માગું છું કે અમારી સાથે દગો ના કરો. તમારામાંથી કોઈપણ પક્ષપલટો ના કરે. એ ક્ષણ માટે મારી ખુરશી પર બેસીને જુઓ. હું ચાર નામ આપું છું, તેમાંથી કોઈ એકને ટિકિટ આપી દો. અને શહેર પણ. મહારાષ્ટ્રની ભલાઈ માટે જો મને વિલન પણ કહેવામાં આવે તો પણ મંજૂર છે પરંતુ પોતાના વફાદારી ના વેચો.’
‘ભાજપે અમારો ખોટો ઉપયોગ કર્યો’
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, ‘ભાજપે અમારો ખોટો ઉપયોગ કર્યો. કોંગ્રેસ સાથે પણ અમારો એવો જ અનુભવ છે. આટલા વર્ષો બાદ અમે મરાઠી અસ્મિતા માટે MNSની સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધનમાં વસ્તુઓ હંમેશા એવી નથી હોતી જેવી કોઈ ઇચ્છે છે. તમે ગઠબંધન કરવા ઈચ્છો છો પરંતુ પોતાના વોર્ડ છોડ્યા વગર, આ જ તમારું સ્ટેન્ડ છે. અમારે પોતાના કેટલાક હકના વોર્ડ છોડવા પડી રહ્યા છે. અમે બંનેએ સાથે આવવાનો નિર્ણય શા માટે લીધો? આ એક ઇમોશનલ લડાઈ છે. હું તમારા સપોર્ટથી શિવસેનાને આગળ લઈ જઈ રહ્યો છું.’
‘…તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ?’
શિવસેના(UTB) પ્રમુખે એમ પણ કહ્યું કે, ‘જો કોઈને ટિકિટ નથી મળતી અને તેઓ તુરંત ભાજપમાં ચાલ્યા જાય છે, તો શું પાર્ટી પ્રમુખના તમામ નિર્ણય તેમની મરજીથી લેવાય છે? તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ? વિચારો આપણે કોના વિરુદ્ધ લડી રહ્યા છીએ. શું તેઓ શિવસેનાને ખતમ કરવા ઇચ્છે છે? જો મુંબઈમાં શિવસેનાનો સફાયો થઈ જશે, તો તેનો ઉદ્દેશ્ય મુંબઈ અને મહારાષ્ટ્રને ખાઈ જવાનો હશે. આજે તમારામાં જે જોશ છે, તે દેખાઈ રહ્યો છે, પરંતુ સેલિબ્રેશન 16 તારીખે દેખાવું જોઈએ.’
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ!
‘આટલા વર્ષ આપણે લડ્યા, મુંબઈને કોઈ છીનવી ન શક્યું’
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું આજે અહીંથી ઘરે જઈને નામ ફાઈનલ કરીશ. કાલે જાહેરાત કરીશું કે ઘણાંને ટિકિટ નહીં મળે. ઉમેદવારની યાદી મારો આદેશ છે. એક પણ શિવસૈનિક પાર્ટી નહીં છોડે. જરૂરી એ છે કે તમારો વોર્ડ જીતી જાય. છત્રપતિ શિવાજી મહારાજના સમયથી આ ભગવા ઝંડાએ અનેક ભાગલા જોયા છે. કિસ્મત બહાદુરોને પસંદ કરે છે, કાયરોને નહીં.’
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ‘કંઈપણ થઈ જાય અબ્દાલી કે એનાકોન્ડા (ભાજપ)ને હરાવવાના જ છે. આટલા વર્ષ આપણે લડ્યા, મુંબઈ કોઈ છીનવી ન શક્યું. આજે તમારામાં જોશ છે, 16 જાન્યુઆરીએ સેલિબ્રેશન કરવાનું છે.’
બીજી તરફ, આજે વંચિત બહુજન અઘાડી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. ત્યારે ભાજપ અને શિંદે જૂથમાં સતત થાણે અને મુંબઈને અનેક જગ્યાઓ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ બંનેએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ



